SONU SOOD આગમાં બળી ગયેલાં બાળકની મદદે આવ્યો, બોલ્યો- 'જલ્દી ઠીક કરી દઇશુ'
SONU SOOD આગમાં બળી ગયેલાં બાળકની મદદે આવ્યો, બોલ્યો- 'જલ્દી ઠીક કરી દઇશુ'
File Photo
આ બાળકની મદદે સોનૂ સૂદ (Sonu Sood) આવ્યો છે. બાળકનાં શરીરનાં ઉપરનાં ભાગમાં અને માથાનો ભાગ આગથી દાઝી ગયો છે. આપને જણાવી દઇએ કે, ગત વર્ષે લોકડાઉનમાં સોનૂ સૂદે ઘણાં લોકોની મદદ કરી હતી. અને આ સફર હજુ પણ ચાલુ છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જરૂરિયાતમંદ અને ગરીબોની મદદ માટે હમેશા તૈયાર રહેનારા એક્ટર સોનૂ સૂદ ફરી એક વખત તેની દરિયાદીલી બતાવી છે. હાલમાં જ એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક બાળકની તસવીર શેર કરી હતી અને ટ્વિટ કરી સોનુ સૂદ (SONU SOOD) પાસે મદદ માંગી હતી. તેણે લખ્યું હતું કે, 'હેલો સર, આ મારા મિત્રનું બાળક છે. એક દુર્ધટનામાં તે દાઝી ગયુ હતું. અમે કલેક્ટર સુધી વાત કરી છે. પણ હજુ સુધી કોઇ પગલું લેવામાં આવ્યું નથી. બાળખની સ્થિતિ નાજૂક છે. અને ઓપરેશન માટે 6 લાખ રૂપિયાની જરૂર છે.'
આ બાળકની મદદે સોનૂ સૂદ આવ્યો છે. બાળકનાં શરીરનાં ઉપરનાં ભાગમાં અને માથાનો ભાગ આગથી દાઝી ગયો છે. આપને જણાવી દઇએ કે, ગત વર્ષે લોકડાઉનમાં સોનૂ સૂદે ઘણાં લોકોની મદદ કરી હતી. અને આ સફર હજુ પણ ચાલુ છે. ગત વર્ષે જ્યાં ગરીબ મજૂરોને તેણે ઘરે પહોંચાડવાનું કામ કર્યું હતું. આ વર્ષે તેણે ઓક્સીજન સિલેન્ડર અને બેડ પહોચાડવાનું કામ કર્યું હતું. એટલું જ નહીં તેણે સોશિયલ મીડિયા પર સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટી પણ તેમની મદદ માંગે છે. કેટલાંક જરૂરિયાત મંદ લોકોએ સોનૂ સૂદનાં ઘરની બહાર ભેગા થઇ ગયા હતાં.
આપને જણાવી દઇએ કે, સોનૂએ પોતાનું સુપરમાર્કેટ ખોલ્યું છે. સોનૂ સૂદે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટરે જણાવ્યું કે, તેણે હવે તેનું સુપરમાર્કેટ ખોલી લીધુ છે. આ સુપરમાર્કેટનું નામ 'સોનૂ સૂદ કી સુપરમાર્કેટ' છે. આ વીડિયોમાં સોનૂ સૂદ કહે છે કે, 'કોણ કહે છે કે, મોલ બંધ થઇ ગયા છે. સૌથી વધુ જરૂરી અને મોંઘા સુપરમાર્કેટ અહીં અમારી પાસે રેડી છે. આ જુઓ બધુ જ મારી પાસે છે. ઇંડા છ રૂપિયાનું એક. અને સૌથી મોટી બ્રેડ 40 રૂપિયાની. અને નાની બ્રેડ 22 રૂપિયાની. ' સોનૂ સૂદનાં આ વીડિયો પર ફેન્સ ખુબજ પ્રતિક્રિયા આપી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સોનૂ સૂદ લોકોની મદદ કરતો નજર આવે છે. આ ઉપરાંત જલ્દી જ ઘણી ફિલ્મોમાં પણ તે નજર આવશે. છેલ્લે સોનૂ રણવીર સિંહની સાથે ફિલ્મ 'સિંબા'માં વિલનનાં રોલમાં નજર આવ્યો હતો. હવે સોનૂ સૂદ ફિલ્મ 'પૃથ્વીરાજ'માં કામ કરી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, આ ફિલ્મમાં મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચુકેલી માનુષી છિલ્લર બોલિવૂડમાં ડેબ્યૂ કરવાં જઇ રહી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર