Home /News /entertainment /સોનુ સૂદ પોતાના ફેનની ડિમાન્ડથી આશ્ચર્યચકિત, કહ્યું- ક્યારેય વિચાર્યું ન હતું કે વીજળીનું મીટર લગાવવું પડશે!

સોનુ સૂદ પોતાના ફેનની ડિમાન્ડથી આશ્ચર્યચકિત, કહ્યું- ક્યારેય વિચાર્યું ન હતું કે વીજળીનું મીટર લગાવવું પડશે!

સોનુ સૂદે મહિલાને વિજળીનું મીટર લગાવી આપવામાં મદદ કરી

Sonu Sood : ફેન્સ તેમની સામે અજીબોગરીબ ડિમાન્ડ મુકી દે છે, જેને સોનુ હસીને પૂરી પણ કરે છે. દવાથી લઈને રોજગારની માંગણી સુધીની વાત તો સમજી શકાય તેમ છે, પરંતુ જ્યારે તેની પાસેથી વીજળીનું મીટર લગાવવાની માંગ કરવામાં આવી ત્યારે સોનુએ રમૂજી પ્રતિક્રિયા આપી

વધુ જુઓ ...
    સોનુ સૂદ (Sonu Sood) બોલિવૂડનો એક એવો એક્ટર છે જેની સાથે લોકો પોતાની સમસ્યાઓ શેર કરતા રહે છે. સોનુ કોરોના મહામારીના પ્રારંભિક તબક્કા (Covid-19 Pandemic First Phase) થી ફેન્સની સમસ્યાને હલ કરવાનો પ્રયાસ પોતાની રીતે કરી રહ્યો છે, અને શક્ય તેટલી બધી મદદ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઘણી વખત ફેન્સ તેમની સામે અજીબોગરીબ ડિમાન્ડ મુકી દે છે, જેને સોનુ હસીને પૂરી પણ કરે છે. દવાથી લઈને રોજગારની માંગણી સુધીની વાત તો સમજી શકાય તેમ છે, પરંતુ જ્યારે તેની પાસેથી વીજળીનું મીટર લગાવવાની માંગ કરવામાં આવી ત્યારે સોનુએ રમૂજી પ્રતિક્રિયા આપી.

    સોનુ સૂદના ચાહકોની માંગ

    સોનુ સૂદે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સની માંગ શેર કરી છે. પ્રિયા દુબે નામની મહિલાએ પોતાનો વિજળી કનેક્શન નંબર લખતી વખતે લખ્યું, 'સર, મારા વીજળીના મીટરમાં ડિસ્પ્લેમાં સમસ્યા હતી, જેના કારણે મારું વીજળીનું બિલ 1200 રૂપિયા આવી રહ્યું છે. હું છેલ્લા 2 મહિનાથી વીજ વિભાગના ચક્કર લગાવી રહી છું પરંતુ, મારું મીટર બદલવામાં આવતું નથી. કૃપા કરીને મદદ કરો.' આના પર સોનુએ મદદ કરી અને પ્રિયાના ઘરે મીટર બદલાવ્યું. પરંતુ તેની માંગ શેર કરી અને લખ્યું, 'ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ મારે વીજળીનું મીટર લગાવવું પડશે.'



    સોનુ સૂદે વીજળીનું મીટર લગાવ્યું

    પ્રિયા નામના ફેન્સે નવા મીટરનો ફોટો મોકલીને સોનુ સૂદનો આભાર માન્યો અને લખ્યું કે, તમારા સહકાર બદલ આભાર, મારું નવું મીટર લગાવી દેવામાં આવ્યું છે. સોનુએ પણ આને ટેગ કરીને લખ્યું, 'આજે તમે મારી પાસે નવું વીજળીનું મીટર પણ લગાવડાવી દીધુ'

    આ પણ વાંચોKapil Sharma Show: ચિંકી-મિંકીની સિઝલિંગે સામંથાને આપી ટક્કર, Video એ ઈન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

    ઉલ્લેખનીય છે કે, સોનુ સૂદની આવી જ મદદને કારણે લોકો પણ આ અભિનેતા પર વિશ્વાસ કરે છે. લોકોને લાગે છે કે, તમે કોઈપણ પ્રકારની સમસ્યા સાથે સોનુ પાસે જઈ શકો છો, તે મદદ મળી જશે. શાળાના બાળકો અને છોકરીઓને ભણાવવા માટે સાયકલ આપે છે તો ક્યારેક તેઓ જરૂરિયાતમંદો માટે દવાઓની વ્યવસ્થા કરે છે. કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં જ સોનુએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખાતરી આપી હતી કે, હું તમારી સાથે છું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Coronavirus, Covid 19 update, Sonu sood, Sonu Sood Help, Sonu Sood News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन