Home /News /entertainment /

પુલવામા એટેક: પંજાબનાં શહિદ પરિવાર માટે આગળ આવ્યો સોનૂ સૂદ, આપ્યા 5 લાખ રૂપિયા

પુલવામા એટેક: પંજાબનાં શહિદ પરિવાર માટે આગળ આવ્યો સોનૂ સૂદ, આપ્યા 5 લાખ રૂપિયા

સોનૂ સૂદ, એક્ટર

સોનૂ સૂદની સાથે જ મુંબઇનાં ગુરૂ નાનક મિશન હાઇ સ્કૂલનાં મેનેજમેન્ટને પંજાબનાં શહીદ પરિવારની મદદ માટે રકમ આપી છે.

    મુંબઇ: પુલવામા હુમલાનાં શહિદ થયેલા પંજાબનાં CRPFનાં જવાનોને પરિવાર માટે બોલિવૂડ એક્ટર સોનૂ સૂદે આર્થિક મદદ કરી છે. સોનૂ સૂદે CRPFનાં કમાંડરને મુંબઇમાં પાંચ લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. સાથે જ આતંકી હુમલાની નિંદા કરી છે. સુરક્ષા દળ ઝડપથી કડક પગલાં લે તેમ પણ જણાવ્યું છે. સોનૂ સૂદ પંજાબનો છે એવામાં તેણે પંજાબનાં શહિદ પરિવારની મદદ મકરી છે.

    સોનૂ સૂદની સાથે જ મુંબઇની ગુરુ નાનક મિશન હાઇ સ્કૂલનાં મેનેજમેન્ટ તરફથી પણ પંજાબનાં શહિદ પરિવાર માટે મદદ માટે રકમ ભેગી કરવામાં આવી છે. આ પહેલાં ઘણાં સેલિબ્રિટીઝ પુલવામા હુમલામાં શહિદોનાં પરિવારની મદદે આવ્યા છે. એક્ટર અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, રવીના ટંડન, કૈલાશ ખૈર, અને અજય દેવગણે કરોડો રૂપિયાની મદદ કરી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: પુલવામા એટેક

    આગામી સમાચાર