સોનૂ સૂદે એક વ્યક્તિને આપ્યું નવ જીવન, બોલ્યો- 'હિંમત ક્યારેય ન હારતો, ઇલાજ સમજો થઇ ગયું'

(PHOTO: Instagram @sonu_sood)

સોનૂ સૂદ (Sonu Sood) દરેક જરુરીયાતમંદને દરેક બનતી મદદ પહોંચાડવાનો પ્રયાસ કરે છે. હાલમાં તેમને એક વ્યક્તિનાં લિવર ટ્રાન્સપ્લાન્ટ (Liver Transplant) કરવાની મદદ કરી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સોનૂ સૂદ (Sonu Sood) સિનેમાનાં પડદાની સાથે સાથે અસલ જીવનનો પણ હીરો (Sonu Sood Real Hero) છે. તે તેની દરિયાદિલીને કારણે આજે સામાન્ય માણસનાં દિલમાં વસે છે. જ્યારે લોકોને કોઇની આશા ન હતી ત્યારે સોનૂ સૂદ હર કોઇની મદદ કરવાંનો પ્રયાસ કરે છે. લોકડાઉન શરૂ થયું તો મદદ કરવાનો સિલસીલો હજુ પણ ચાલુ છે. સોનૂ સૂદ (Sonu Sood Help)હાલમાં ઘણાં બીમાર લોકોનો ઇલાજ કરાવી રહ્યો છે.

  આ કહેવું કંઇ ખોટું નથી કે, સોનૂ સૂદ જરૂરતમંદનાં મસીહા બનીને સામે આવી છે. હાલમાં સોનૂ સૂદે એક વ્યક્તિની આજીજી પણ તેને નવી જંદગી આપી છે. તે વ્યક્તિને સાચા સમય પર ઇલાજની મદદ અપાવી છે. વ્યક્તિએ ટ્વીટ કરી સોનૂ સૂદને કહ્યું હતું કે, 'સર આપ હોવ તો કોઇ હિંમત કેવી રીતે હારી શકે છે, આપે મારા આખા પરિવારને નવજીવન દાન આપી દીધુ. આશા છે જલ્દી આપનાં દર્શન થશે આભાર સર'

  સોનૂ સૂદે આ વ્યક્તિનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. જે બાદ વ્યક્તિએ એક વીડિયો શેર કરી કહ્યું કે, 'સોનૂ સૂદને કારમે હું આજે આ કાબિલ થયો છુ કે, મારા ઘરમાં આરામથી જઇ શકુ છું. તેથી આપનો ખુબ ખુબ આભાર કરું છું.' આપને જણાવી દઇએ કે, સોનૂ સૂદે ગોવિંદ અગ્રવાલનો ઇલાજ કરાવ્યો હતો. જે બાદ તે આજે એક ખુશહાલ જીવન જીવી રહ્યાં છે. હાલમાં એક્ટરે એક ટ્વિટ કરી તેમાં એક વીડિયો શેર કરી તેની સાથે લખ્યું છે, 'આ થઇને વાત, મુબારક હો.'

  (PHOTO: Twitter/Sonu Sood)
  હજૂ પણ ઘણાં ફેન્સ મદદ માટે ટ્વિટર પર તેનાં સંપર્કમાં રહે છે. સોનૂ સૂદે અત્યાર સુધીમાં અગણિત લોકોની મદદ કરી છે. કેટલાંયેનાં મેડિકલ બિલ, એજ્યુકેશન ફી અને ઘરનું ભાડૂ આપ્યું છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સોનૂ સૂદે ઇ નિવાસની ફિલ્મ 'કિસાન'માં લિડ રોલમાં નજર આવશે. આ ફિલ્મ આયુષ્માન ખુરાના સ્ટાર ફિલ્મ 'ડ્રીમ ગર્લ'નાં ડિરેક્ટર રાજ શાંડિલ્ય ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ઉપરાંત સોનૂ સૂદ અક્ષય કુમારની સાથે ફિલ્મ 'પૃથ્વીરાજ' માં પણ ખાસ રોલ અદા કરી રહ્યો છે.
  Published by:Margi Pandya
  First published: