સોનૂ સૂદની તૂટી હિંમત, દર્દીનો જીવ ન બચાવવા પર બોલ્યા- 'ખુદને લાચાર અનુભવી રહ્યો છું'

Instagram/sonu_sood)

ફિલ્મ એક્ટર સોનૂ સૂદ સંકટનાં આ સમયમાં પીડિતોની સેવામાં લાગેલો છે. ફિલ્મ એક્ટર સોનૂ સૂદ સંકટની આ ઘડીમાં જીવ રેડીને પીડિતોની સેવામાં લેગલો છે. આટલાં પ્રયાસો બાદ પણ કેટલાંક દર્દીઓનો જીવ બચાવવામાં અસમર્થ રહ્યો હતો. એક્ટરે એક ટ્વિટ કરી છે જેમાં તેણે જણાવ્યું કે, કેટલાંય પ્રયાસો કરવાં છતા પણ અમે કેટલાંક દર્દીઓનો જીવ બચાવી શક્યા ન હતાં. તે વાતનું અમને ખુબજ દુખ છે. તે દેશમાં સંજીવની અભિયાન સાથે જોડાયેલો છે જે દેશનું સૌથી મોટું ટીકાકરણ અભિયાન છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) કોરોના પીડિતોની હર સંભવ મદદ કરવામાં લાગી ગયા છે. દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરવાથી લઇ ઓક્સીજન, દવાઓ, એમ્બ્યુલન્સ સુધી સોનૂ સૂદ દેશનાં દરેક પીડિતો (Sonu Sood Help) ની મદદ આપવાનો પ્રયાસ કરે છે. આ વચ્ચે આટલાં પ્રયાસો બાદ કેટલાંક દર્દીઓને બચાવી ન શક્યાં. તેનાં પર એક્ટરે દુખ જાહેર કર્યું છે. એક્ટરે એક ટ્વિટ કરી છે જેમાં તેણે જણાવ્યું છે કે, આટલાં પ્રયાસ બાદ પણ કેટલાંક દર્દીઓને બચાવી ન શકવાનું દુખ છે. અને કેવું અનુભવ કરી રહ્યો છે.
  સોનૂ સૂદ દેશનાં સૌથી મોટા રસીકરણ અભિયાન 'સંજીવની' (Sanjeevani) સાથે જોડાયેલો છે. અને તે આ માટે ખુબ કામ કરે છે.

  ફાઈલ તસવીર


  સોનૂ સૂદે તેની ટ્વિટમાં લખ્યું છે, 'દર્દી, જેને આપ બચાવવાનાં પ્રયાસમાં લાગેલાં હોવ, તેને ગુમાવી દેવો, આ કોઇ પોતાનાંને ગુમાવવાંથી કંઇ કમ નથી. તેનાં પરિવારથી નજર મેળવવી મુશ્કેલ થઇ જાય છે. જેને આપે તેને બચાવવાંનો વાયદો કર્યો છે. આજે મે એવી જ કેટલાંક પરિવારજોને ' એ આપ દિવસમાં ઓછામાં ઓછું 10 વખત સંપર્કમાં હતાં. તેમનાંથી હમેશા માટે સંપર્ક ગુમાવી દેશો.

  સોનૂ સૂદની આ ટ્વિટ જોઇને તેનાં ફેન્સ ઘણાં ઇમોશનલ થઇ ગયા છે. આ યૂઝર્સે કમેન્ટ કરતાં સોનૂ સૂદનાં દિલ હલકું કરવાનો પ્રયાસ કર્યો છે. અને તેને તેનાં નેક કામની યાદ અપાવી હતી. એક યૂઝરે કમેન્ટ રતાં કહ્યું છે કે, 'માનવતાની સેવા ઇશ્વરની સેવા છે. અપની અંદરનાં પ્રકાશને ત્યાં સુધી પ્રકાશિત થવા દો જ્યાં સુધી જે આપને દેખાય છે. તેને પ્રકાશિત નથી થતા. તારા જેવાં બનો. જે ગમે તેટલી ઉંચાઇ બાદ પણ જગમગે છે. આપ એક રિયલ હિરો છો.'  તો અન્ય એક યૂઝરે લખ્યું છે, 'સર, હું એમ નહીં કહું કે, જન્મ અને મૃત્યુ કોઇનાં હાથમાં નથી. કારણ કે સૌ કોઇ આ વાત જાણે ચે. પણ આ ખબર ખુબજ દુખદ છે જેને સાંભળીને આંસૂ રોકાઇ નથી રહ્યાં. મૃતકોનાં પરિવાર પ્રત્યે મારી ઉંડી સંવેદનાઓ, જીવ બચાવવામાં ક્યારેય હાર ન માનતા'
  Published by:Margi Pandya
  First published: