સોનુ સૂદના ચાહકે સિમ કાર્ડ પર બનાવ્યો ફોટો, યુઝરે લખ્યું- ‘દુનિયાનું સૌથી ઝડપી નેટવર્ક’

સોનુ સુદના ચાહકે તૈયાર કરેલું પેઇન્ટીંગ, સીમકાર્ડ પરનું આ ચિત્ર એક્ટરને ખૂબ ગમ્યું

સોનુ સૂદ (Sonu Sood)ના એક ફેનએ નાનકડા સિમકાર્ડ ઉપર સોનુના ચહેરાને પેઇન્ટની (Painting of Sonu sood on Sim Card) મદદથી બનાવ્યો છે. સોનુ સૂદને તે એટલો ગમ્યો કે તેણે પોતે સોશિયલ મીડિયા પર શેર કરીને રસપ્રદ જવાબ આપ્યો છે.

 • Share this:
  બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) અવરોધો અને અડચણ હોવા છતાં સતત જરૂરિયાતમંદ લોકોની મદદમાં લાગેલો છે. સોનુના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં (Sonu Sood Aid in Social Media)  મદદ માંગનારા લોકોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. સોનુ પણ મદદવાળા ફોટો અને વીડિયો શેર કરતો રહે છે. સોનુની ફેન ફૉલોઇંગ (Fan Following of Sonu Sood) જબરદસ્ત છે. કેટલાય લોકોની જિંદગીમાં મસીહા બનીને આવેલા આ અભિનેતાના ચાહકો નવી નવી રીતે ભેટ આપીને આભાર માનતા રહે છે. સોનુના પોસ્ટરના ફોટોઝ અઢળક વખત સોશિયલ મીડિયા પર શેર થયા છે, પરંતુ સિમ કાર્ડ (Sonu Sood Picture On Sim Card) ઉપર પોતાનો ફોટો જોઈને અભિનેતા પોતાને રિટ્વીટ કરતા રોકી ન શક્યો.

  એકચ્યુઅલી, સોનુ સૂદના એક ફેનએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો. તેની ખાસ વાત એ છે કે નાનકડા સિમ કાર્ડ ઉપર સોનુના ચેહરાને પેઇન્ટની મદદથી બનાવવામાં આવ્યો છે. સોમિન નામની વ્યક્તિના આર્ટવર્ક (Sonu Sood artwork) ને જોઈને સોનુ એટલો ખુશ થયો કે રિટ્વિટ કરીને મજેદાર કેપ્શનમાં તેણે લખ્યું કે, ‘ફ્રી 10જી નેટવર્ક’.  હથેળીમાં આવી જાય તેટલા સિમ કાર્ડ પર સોનુનો અદભૂત ફોટો જોઈને ફેન્સ તે બનાવનારાના તો વખાણ કરવા જ લાગ્યા, સાથે અભિનેતાના પણ દિલ ખોલીને વખાણ કરવા લાગ્યા. સોનુએ રિટ્વિટ કરેલા કેપ્શન પર એક ચાહકે લખ્યું કે, તમારું હેલ્પ કરવાનું નેટવર્ક તેના કરતા પણ ઝડપી છે. બીજાએ લખ્યું, આ દુનિયાનું સૌથી ઝડપી નેટવર્ક છે. એકે તો અભિનેતાને સુપરહીરો જ બનાવી નાખ્યો. આ ઉપરાંત હંમેશાની જેમ સોનુ પાસે મદદ માંગનારાની લાંબી લાઈન છે.

  આ પણ વાંચો: કાર્તિક આર્યને Freddy માટે 14 કિલો વજન વધાર્યું, ફેન્સ અચંબામાં પડી ગયા

  તમને જણાવી દઈએ કે સોનુ સૂદના ઘરે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમે સર્વે કર્યો હતો. ટેક્સ સંબંધિત ગરબડની જાણકારી મળ્યા બાદ ત્રણ દિવસ સુધી સોનુના ઘરે તપાસ કરવામાં આવી. આ દરમિયાન ટીમને કોરોના કાળ વખતે શરૂ થયેલી મદદને લગતા તમામ કાગળો મળ્યા. એવામાં જતા જતા અધિકારીઓ પણ સોનુ સૂદના કામના વખાણ કરવા લાગ્યા.
  Published by:Nirali Dave
  First published: