સામે આવી સોનૂ સૂદની બૂક 'I Am No Messiah', શેર કરતાં વાયરલ થયો VIDEO

(PHOTO:Instagram @sonu_sood)

સોનૂ સૂદ (Sonu Sood)નો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સોનૂ મુંબઇ એરપોર્ટ પ સ્થિત એક બૂક સ્ટોરમાં નજર આવી રહ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસ (CoronaVirus)ને કારણે આ વર્ષે દેશમાં લાંબા સમય માટે લોકડાઉન લાગ્યું અને આ દરમિયાન બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર સોનૂ સૂદ (Sonu Sood)એ ફિલ્મોથી હટીને તેની એક અલગ છબી લોકોની વચ્ચે બનાવી છે. સોનૂએ આ દરમિયાન દૂર દૂર સુધી ફસાયેલાં પ્રવાસીઓને તેમનાં ઘરે પહોંચાડવામાં મદદ કરી છે. તેમનાં આ કામને ક્યારેય દેશ ભૂલી શકે નહીં. આ કારણે લોકો માટે સોનૂ એક મસીહા બની ગયો છે.

  એટલું જ નહીં, ઘણી જગ્યાએ સોનૂની મૂર્તિઓ લગાવી તેની પૂજા પણ કરવામાં આવી.. આ બધુ જોઇને સોનૂ ઘણો ભાવૂક થઇ ગયો, પણ તેણે દરેક વખતે આ તમામને તેની ફરજ ગણાવી. તેણે હમશઆં કહ્યુંકે, તે કોઇ ભગવાન નથી. અને હવે આ ઉપરજ તેની બૂક આવી રહી છે. જેનું નામ છે. આઇ એમ નો સમીહા, 'I Am No Messiah'. સોનૂની આ બૂક અંગે તેણે વીડિયો શેર કરીને માહિતી આપી છે. જે ટ્વિટર પર વાયરલ થઇ રહ્યો છે.  સોનૂનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ જોવાઇ રહ્યો છે અને શેર પણ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સોનૂ મુંબઇ એરપોર્ટ પર એક બૂક સ્ટોરમાં નજર આવે છે. જો આપ આ બૂક મુંબઇ એપોર્ટથી લેશો તો અહીં આપને સોનૂની સાઇન કરેલી બૂક મળશે. આ માહિતી સોનૂએ તેની ટ્વિટમાં આપી છે.
  Published by:Margi Pandya
  First published: