Home /News /entertainment /Sonu Sood Birthday: સ્ટ્રગલના દિવસોમાં લોકલ ટ્રેનમાં સફર કરતા હતા સોનૂ સૂદ, માત્ર 21 વર્ષની ઉંમરમાં કર્યા હતા લગ્ન
Sonu Sood Birthday: સ્ટ્રગલના દિવસોમાં લોકલ ટ્રેનમાં સફર કરતા હતા સોનૂ સૂદ, માત્ર 21 વર્ષની ઉંમરમાં કર્યા હતા લગ્ન
અભિનેતા સોનૂ સૂદની ફાઈલ તસવીર
sonu sood birthday specail: નાગપુરમાં જ્યારે સોનૂ અભ્યાસ કરતા હતા. ત્યારે તેમની મુલાકાત નાગપુરમાં સોનાલી સાથે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે સોનુએ 1996માં પોતાની ગર્લફ્રેન્ડ સોનાલી સાથે લગ્ન કરી લીધા હતા.
Sonu Sood Birthday Special: પ્રસિદ્ધ અભિનેતા (bollywood actor) અને કોરોના કાળમાં (coronavirus time) ગરીબોના મશિહા ગણાતા સોનૂ સૂદ (sonu sood) મૂળ પંજાબના છે. પંજાબના મોગામાં તેમના પપ્પાની કપડાની દુકાન હતી જેનું નામ બોમ્બે ક્લોથ હાઉસ હતું. સોનૂને હીરો બનવું હતું. જોકે, સોનૂને એન્જીનિયર બનાવવા માટે નાગપુર મોકલ્યો હતો. સોનૂ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર પણ બની ગયા પરંતુ હીરો બનાવા માટે મુંબઈ આવી ગયા હતા અને ત્યાંથી તેમણે પોતાની સફર શરું કરી હતી.
એન્જીનિયરિંગના અભ્યાસ બાદ આવ્યા મુંબઈ પંજાબના રહેનારા સોનૂ સૂદે નાગપુરમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેઓ હીરો બનવવા માટે મુંબઈ આવ્યા જ્યારે તેઓ મુંબઈ આવ્યા તો તેમની પાસે વધારે પૈસા ન્હોતા અને તેઓ એક રૂમના ઘરમાં રહીને જેમ તેમ ગુજરાન ચલાવતા હતા. એટલું જ નહીં રૂમમાં એકલા સોનૂ નહીં પરંતુ ત્રણ-ચાર અન્ય લોકો પણ રહેતા હતા. સોનૂ સ્ટ્રગલના સમયમાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા હતા.
કોલેજમાં થયો પ્રેમ નાગપુરમાં જ્યારે સોનૂ અભ્યાસ કરતા હતા. ત્યારે તેમની મુલાકાત નાગપુરમાં સોનાલી સાથે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે સોનુએ 1996માં પોતાની ગર્લફ્રેન્ડ સોનાલી સાથે લગ્ન કરી લીધા હતા અને 2001માં તેમણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
સાઉથ ફિલ્મોમાંથી કર્યું ડેબ્યૂ સોનૂને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ મળ્યું હતું અને તેમણે 1999માં તેલુગૂ ફિલ્મ કલ્લાજગારથી પોતાની ફિલ્મી દુનિયામાં સફર શરુ કરી હતી. અને વર્ષ 2001ના અંત સુધી બોલિવડૂમાં પોતાના માટે દરવાજા ખોલ્યા હતા. સોનૂની પહેલી બોલિવૂડ ફિલ્મ શહીદ-એ-આજમ, જેમાં તેઓ ભગત સિંહની ભૂમિકામાં દેખાયા હતા. ત્યારબાદ તેમણે પાછળ વળીને જોયું નથી. કોરોનામાં બન્યા ગરીબોના મશિહા કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં લોકડાઉન લગાવવા માટે જેતે સરકારો મજબૂર બની હતી. ત્યારે ભારતમાં પણ મોદી સરકારે લોકડાઉન લગાવ્યું હતું. આવી સ્થિતિ વચ્ચે મુંબઈમાં વરસાત પરપ્રાંતિય લોકો પોતાના વતન જવા માટે પગપાળા ચાલતા નીકળ્યા ત્યારે તેમના વ્હારે સોનૂ સૂદ આવ્યા હતા. અને લાખો લોકોને પોતાના વતન મોકલ્યા હતા. અત્યારે પણ સોનૂ પાસે જે પણ મદદનો હાથ લંબાવે છે તેમને ક્યારે નિરાશ કરતા નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર