સોનૂ સૂદની લખાશે આત્મકથા, 'I AM NO MESSIAH' બુક ડિસેમ્બર મહિનામાં આવશે

સોનૂ સૂદની લખાશે આત્મકથા

પ્રવાસી શ્રમીકોની મદદે આવેલો સોનૂ સૂદ તેમનાં માટે કોઇ મસીહાથી કમ નથી. પણ સોનૂ પોતાને મસીહા માનતો નથી... તેથી જ તેની આત્મકથાનું ટાઇટલ 'I AM NO MESSIAH' રાખવામાં આવ્યું છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રવાસી શ્રમીકોની મદદે આવેલો સોનૂ સૂદ તેમનાં માટે કોઇ મસીહાથી કમ નથી. હવે તેનાં આ નેક કામ બદલ તેનાં પર બુક લખાવા જઇ રહી છે. સોનૂએ પણ આ વાતની જાહેરાત જાતે કરી છે અને તેની બુકનું ટાઇટલ પણ જાહેર કર્યું છે. લાખો લોકોની મદદે આવનાર સોનૂ સૂદ ગરીબો, પ્રવાસી મજૂરો અને તમમ માટે તે મસીહા છે પણ સોનૂ પોતાને મસીહા માનતો નથી... તેથી જ તેની આત્મકથાનું ટાઇટલ 'I AM NO MESSIAH' રાખવામાં આવ્યું છે. 'આઈ એમ નો મસીહા' નામની આ પુસ્તકમાં સોનુને મદદ દરમિયાન જે પણ મુશ્કેલીઓ આવી તેની વાત કરવામાં આવી છે.

  સોનૂ સૂદની આત્મકથા બે ભાષામાં મળશે. તે હિંદી તથા અંગ્રેજીમાં બંનેમાં પ્રકાશીત થશે. સોનૂએ સોશિયલ મીડિયામાં બુક કવર તથા અન્ય માહિતી શૅર કરી છે. તેણે કહ્યું હતું, 'આઈ એમ નો મસીહા', ડિસેમ્બરમાં આવશે. આ મારા જીવનની વાત છે. આ સાથે જ તે હજારો પ્રવાસી શ્રમિકોની પણ.' પુસ્તકને પેંગ્વિન ઈન્ડિયા પબ્લિશ કરશે. આ બુકના કવર સોનૂ સૂદ તથા મીરા કે ઐય્યર એમ બે નામ લખવામાં આવ્યા છે.  સોનૂએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'લોકો ઘણાં જ દયાળુ છે અને તેઓ મને મસીહા કહે છે. જોકે, સાચી વાત એ છે કે હું મસીહા નથી. મારું મન કહે એ જ હું કરું છું. એક વ્યક્તિ હોવાને નાતે એકબીજાની મદદ કરવી આપણી જવાબદારી છે. હું ભગવાનનો આભારી છું કે તેમણે મને પ્રવાસીઓની મદદ કરવા માટે પસંદ કર્યો. મારું હૃદય મુંબઈ માટે ધબકે છે. અલબત્ત, આ મૂવમેન્ટ બાદ મને લાગે છે કે મારો જ એક હિસ્સો ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બિહાર, આસામ તથા અન્ય રાજ્યોમાં પણ છે. જ્યાં મને નવા મિત્રો તથા ગાઢ સંબંધો મળ્યા. આથી જ મારી આત્મા સાથે જોડાયેલા આ તમામ અનુભવો તથા વાર્તાને હું પુસ્તકમાં લખીશ.'
  Published by:Margi Pandya
  First published: