Home /News /entertainment /રેલવે દ્વારા ઠપકો આપ્યા બાદ સોનુ સૂદે માંગી માફી, 'મુસાફિર હૂં યારોં'ના વીડિયો પર આ કહ્યું
રેલવે દ્વારા ઠપકો આપ્યા બાદ સોનુ સૂદે માંગી માફી, 'મુસાફિર હૂં યારોં'ના વીડિયો પર આ કહ્યું
13 ડિસેમ્બરે સોનૂ સૂદે પોતાના ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, આ વીડિયોમાં તે ચાલતી ટ્રેનની સામે બેઠો હતો.
ઉત્તર રેલવે દ્વારા ઠપકો આપ્યા બાદ અભિનેતા સોનુ સૂદે 'મુસાફિર હું યારોં'ના વીડિયો માટે માફી માંગી છે. તેણે માફી માંગતી ટ્વીટ કરી સોનુ સૂદે લખ્યું છે કે, 'માફ કરશો.. એમજ જોવા બેસી ગયેલો, કે, તે કે, કેવુ અનુભવી રહ્યાં હશે એ લાખો ગરીબ લોકો જેનું જીવન હજુ પણ માત્ર ટ્રેનના દરવાજા પર જ નીકળતી હશે
નવી દિલ્હી : હાલમાં જ બોલિવૂડ એક્ટર સોનુ સૂદે સોશિયલ મીડિયા પર ચાલતી ટ્રેનના દરવાજા પર બેસીને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પર જ્યાં તેના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થયા હતા. તે જ સમયે, ઉત્તર રેલવેએ તેને આ વીડિયો માટે ઠપકો આપ્યો અને તેને ખતરનાક ગણાવ્યો હતો. રેલવે દ્વારા ઠપકો આપ્યા બાદ હવે સોનુ સૂદે માફી માંગી લીધી છે.
તેણે ટ્વિટર પર એક ટ્વિટ કરીને માફી માંગતા ટ્વીટમાં લખ્યું કે, 'માફ કરશો, હું એ જોવા બેઠો છું કે તે લાખો ગરીબ લોકો કેવું અનુભવી રહ્યા હશે, જેમની જિંદગી હજુ પણ ટ્રેનના દરવાજેથી પસાર થાય છે. આ સંદેશ માટે અને દેશની રેલ્વે વ્યવસ્થામાં સુધારો કરવા બદલ આભાર.
क्षमा प्रार्थी 🙏
बस यूँ ही बैठ गया था देखने,
कैसा महसूस करते होंगे वो लाखों ग़रीब जिनकी ज़िंदगी अभी भी ट्रेन के दरवाज़ों पे गुज़रती है।
धन्यवाद इस संदेश के लिए और देश की रेल व्यवस्था बेहतर करने के लिए। ❤️🙏 https://t.co/F4a4vKKhFy
ઉલ્લેખનીય છે કે, સોનુ સૂદનો આ વીડિયો ડિસેમ્બર મહિનાનો છે. તેને સોનુ સૂદે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી 13 ડિસેમ્બરે શેર કર્યું હતું. આ વીડિયોમાં તે ટ્રેનના ફૂટબોર્ડ પર મુસાફરી કરતો જોવા મળ્યો હતો. આટલું જ નહીં, જ્યારે ટ્રેન ઉભી રહી ત્યારે સોનુ સૂદે સ્ટેશન પરના નળમાંથી પાણી પણ પીધું હતું. આ પાણી પીધા બાદ તેણે તેના વખાણ પણ કર્યા હતા. સોનુએ કહ્યું હતું કે આ પાણીની સામે બોટલનું પાણી નિષ્ફળ ગયું છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો મૂક્યા બાદ બુધવારે ઉત્તર રેલવેએ એક ટ્વિટમાં તેને ઠપકો આપ્યો હતો. આ ટ્વિટમાં ઉત્તર રેલ્વેએ લખ્યું છે કે 'પ્રિય સોનુ સૂદ, તમે દેશ અને દુનિયાના કરોડો લોકો માટે આદર્શ છો. ટ્રેનના પગથિયાં પર મુસાફરી કરવી ખતરનાક છે, આ પ્રકારનો વીડિયો તમારા ફેન્સને ખોટો સંદેશ જાય છે. મહેરબાની કરીને આવું ન કરો. સરળ અને સલામત મુસાફરીનો આનંદ માણો.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર