Home /News /entertainment /'ફતેહ'ના શૂટિંગમાંથી સમય કાઢીને સોનુ સૂદ અને જેકલીન ફર્નાન્ડીઝ પહોંચ્યા ગોલ્ડન ટેમ્પલની મુલાકાતે...
'ફતેહ'ના શૂટિંગમાંથી સમય કાઢીને સોનુ સૂદ અને જેકલીન ફર્નાન્ડીઝ પહોંચ્યા ગોલ્ડન ટેમ્પલની મુલાકાતે...
સોનૂ સુદ અને જેકલીને ગોલ્ડન ટેમ્પલમાં પહોંચી દર્શન કર્યા
સોનુ સૂદ અને જેકલીન ફર્નાન્ડીઝ હાલમાં અમૃતસરમાં તેમની આગામી ફિલ્મ ફતેહનું શૂટિંગ કરી રહ્યા છે. જોકે, આ દરમિયાન બંને ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા.
Sonu Sood Video: સોનુ સૂદ અને જેકલીન ફર્નાન્ડિઝે પંજાબના અમૃતસરમાં 'ફતેહ' ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. શૂટિંગ શરૂ થયાના બીજા જ દિવસે બંને સ્ટાર્સ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા અને ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી. સોનુ સૂદે ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને ગોલ્ડન ટેમ્પલ જવાની માહિતી આપી છે.
સોનુ સૂદે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "વાહેગુરુ જી દા ખાલસા શ્રી વાહેગુરુ કી ફતેહ." સોનુ સૂદની આગામી ફિલ્મનું નામ પણ 'ફતેહ' છે. વીડિયોમાં સોનુ સૂદ અને જેકલીન ફર્નાન્ડીઝ ગોલ્ડન ટેમ્પલમાં જોવા મળી રહ્યા છે, અને તેઓ ફેન્સથી ઘેરાયેલા છે. તેમની સાથે અન્ય લોકો અને ક્રૂ મેમ્બર્સ પણ દેખાય છે.
વીડિયોમાં સોનુ સૂદ જેકલીનને ભીડથી બચાવતો પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન જેકલીન ફર્નાન્ડીઝ સફેદ સલવાર સૂટમાં જોવા મળી રહી છે. તે જ સમયે, સોનુ સૂદ બ્લેક જીન્સ અને બ્લેક ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે.
આ પહેલા સોનુ સૂદે બે દિવસ પહેલા જ ફિલ્મ ફતેહનું શૂટિંગ શરૂ થયાની માહિતી આપી હતી. પોસ્ટની સાથે તેણે ત્રણ તસવીરો પણ શેર કરી છે. એક તસવીરમાં તે જેકલીન સાથે ગુરુદ્વારાની બહાર ઊભેલો જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તસવીરમાં જેકલીન અને સોનુ સૂદ બાઇક પર બેઠાં છે. એવું માનવામાં આવે છે કે, આ જેકલીન અને સોનુની ફિલ્મનો લુક છે.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મને વૈભવ મિશ્રા ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં જેકલીન અને સોનુ સૂદ ઉપરાંત દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય અને સહર બામ્બા પણ જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર