Home /News /entertainment /Sonu Nigam: સોનુ નિગમ સાથે પુત્ર-પત્ની પણ COVID 19 positive, કહ્યું- 'ડરવા જેવું નથી...'

Sonu Nigam: સોનુ નિગમ સાથે પુત્ર-પત્ની પણ COVID 19 positive, કહ્યું- 'ડરવા જેવું નથી...'

સોનુ નિગમ પત્ની માધુરિમા અને પુત્ર નિયાન નિગમ કોરોના પોઝિટિવ

સોનુ નિગમ (Sonu Nigam) ની સાથે તેમના પુત્ર નીવાન નિગમ (Nevaan Nigam), પત્ની મધુરિમા નિગમ (Madhurima Nigam) ને પણ કોરોના થયો છે.

Sonu Nigam COVID 19 positive: કોરોના વાયરસ (Coronavirus) ફરી એકવાર ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં ઝડપથી વધી રહેલી આ ત્રીજી લહેર ફરી એકવાર ચિંતાનું કારણ બની રહી છે. બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કેટલાક લોકોએ તેને હરાવ્યો છે, જ્યારે કેટલાક લોકો હજુ પણ તેની સાથે લડી રહ્યા છે. પોતાના સુરીલા અવાજથી લાખો લોકોના દિલો પર રાજ કરનાર પીઢ ગાયક સોનુ નિગમ કોવિડ 19 પોઝીટીવ (Sonu Nigam COVID 19 positive) છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી છે. સોનુ નિગમની સાથે તેમના પુત્ર નીવાન નિગમ (Nevaan Nigam), પત્ની મધુરિમા નિગમ (Madhurima Nigam) ને પણ કોરોના થયો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે

સોનુ નિગમે (Sonu Nigam) પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો દ્વારા પોતાના કોરોના પોઝિટિવ હોવાની માહિતી શેર કરી છે. તેણે લગભગ 3 મિનિટનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે તે દુબઈમાં છે અને કોરોના (Sonu Nigam Corona Positive) સામે લડાઈ લડી રહ્યો છે.

આ સમાચાર નવા વર્ષની શુભકામનાઓ સાથે આપવામાં આવ્યા હતા

સોનુ નિગમે શેર કરેલા વીડિયોમાં લખ્યું છે- 'તમારા બધાને નવા વર્ષની શુભકામનાઓ. હું કોવિડ પોઝિટિવ છું. ઘણા લોકો આ જાણે છે અને ઘણા નથી. પરંતુ એ પણ સાચું છે કે મને નથી લાગતું કે હું કોવિડ પોઝિટિવ છું. હું દુબઈમાં છું. મારે ભારત આવવું પડ્યું કારણ કે મારે ભુવનેશ્વરમાં પરફોર્મ કરવાનું હતું અને સુપર સિંગર સીઝન 3નું શૂટિંગ પણ કરવાનું હતું. પરંતુ જ્યારે મેં કોરોના ટેસ્ટ કરાવ્યો ત્યારે હું પોઝિટિવ આવ્યો. પરંતુ મને આશા છે કે, હું ધીરે ધીરે સાજો થઈશ. મેં કેટલી વાર વાઈરલ અને ખરાબ ગળા માં કોન્સર્ટ કર્યા છે અને તે તેના કરતા ઘણું સારું છે. હું કોવિડ પોઝીટીવ છું પણ હું મરી રહ્યો નથી. મારું ગળું પણ ચાલી રહ્યું છે એટલે કે હું ઠીક છું. ડરવાનું કંઈ નથી. પરંતુ મને ખરાબ લાગે છે કે, ઘણું નુકસાન થયું છે. મારી જગ્યાએ બીજા ગાયકો પહોંચ્યા છે.




સોનુ નિગમને કેમ ખરાબ લાગે છે?

વીડિયોમાં સોનુ આગળ કહે છે, 'અમારી આસપાસ ઘણા લોકો કોરોના પોઝિટિવ જોવા મળી રહ્યા છે. તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મને અમારા માટે ખરાબ લાગે છે કારણ કે કામ હમણાં જ શરૂ થયું છે. મને થિયેટર સાથે જોડાયેલા લોકો અને ફિલ્મ નિર્માતાઓ માટે પણ ખરાબ લાગે છે. કારણ કે છેલ્લા બે વર્ષથી કામને અસર થઈ રહી છે. પરંતુ આશા છે કે, બધુ ઝડપી સારૂ થઈ જશે.

સોનુ નિગમના પરિવારમાં કોને-કોને થયો કોરોના

સોનુ નિગમે આખરે કહ્યું કે, તેની પત્ની મધુરિમા નિગમ અને પુત્ર નિવાન પણ કોરોના પોઝિટિવ છે. તેણે કહ્યું- 'મારો પુત્ર, મારી પત્ની અને મારી પત્નીની બહેન બધા કોરોના વાયરસથી સંક્રમિત છીએ. અમે હેપ્પી કોરોના પોઝિટિવ પરિવાર છીએ. તમને જણાવી દઈએ કે, સોનુ નિગમ છેલ્લા દોઢ મહિનાથી સતત કોન્સર્ટ અને શૂટિંગ કરી રહ્યો હતો, જેના કારણે તે તેના પરિવારને મળ્યો પણ ન હતો. હવે કોવિડ પોઝિટિવ આવ્યા બાદ તેને દુબઈમાં જ તેના પરિવાર સાથે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે.

'છોટી સરદારની' ફેમ અનિતા રાજને પણ ફરી કોરોના થયો

ઉલ્લેખનીય છે કે,  કોરોના વાયરસ (Coronavirus) ના કેસ સતત વધી રહ્યા છે. મેટ્રો શહેરોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો કોવિડ-19 (COVID 19) પોઝીટીવ છે. 'છોટી સરદારની'ની કુલવંત કૌર અનિતા રાજ (Anita Raaj) ફરી એકવાર કોરોના પોઝિટિવ આવી છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તેણી કોરોના પોઝિટિવ હતી (Anita Raaj tests positive for COVID 19). અનિતા રાજ હાલમાં ક્વોરેન્ટાઇનમાં છે, તેના કોરોના પોઝિટિવ હોવાની માહિતી તેના શો 'છોટી સરદારની'ની ટીમ યુનિટ દ્વારા આપવામાં આવી છે.
First published:

Tags: Bollywood Latest News, Coronaviru Latest News, Coronavirus, Coronavirus Case in India, Sonu Nigam

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો