સોનુ નિગમ કેમ હવે હિન્દી સિંગિંગ રિયાલિટી શો નથી કરતો
સોનુ નિગમ (Sonu Nigam) બંગાળી રિયાલિટી શો 'સુપર સિંગર સિઝન 3'માં ગાયક કુમાર સાનુ અને કૌશિકી ચક્રવર્તી સાથે જજ તરીકે ભાગ લઈ રહ્યો છે. તેણે હમણાં જ જણાવ્યું કે, તે કેમ હિન્દી રિયોલિટી શોનો ભાગ નથી બનતો
મખમલી અવાજના જાદુગર સોનુ નિગમ (Sonu Nigam), જેઓ સા રે ગા મા પા (Sa Re Ga Ma Pa) અને ઈન્ડિયન આઈડલ (Indian Idol) ની ઘણી સીઝનમાં જજ તરીકે જોવા મળી ચુકેલા છે, તે હવે હિન્દી રિયાલિટી સિંગિંગ શોમાં જોવા મળતા નથી. સોનુ નિગમે હિન્દી રિયાલિટી સિંગિંગ શોથી કેમ અંતર રાખી દીધુ છે, આ લોકોના મનમાં એક સવાલ છે. તાજેતરમાં, સોનુ નિગમે પોતે આ પ્રશ્નનો જવાબ આપ્યો અને આ અંતરનું કારણ જાહેર કર્યું (Sonu Nigam on rejecting Hindi reality shows). હિન્દી સિંગિંગ શો છોડવાનું ગાયકે આપેલું કારણ જાણીને તમે પણ ચોંકી જશો.
હિન્દી રિયાલિટી સિંગિંગ શો છોડીને બંગાળી સિંગિંગ શો 'સુપર સિંગર સિઝન 3'નો હિસ્સો બનેલા સોનુ નિગમે તાજેતરમાં 'રિયાલિટી' ફેક્ટર પર ખુલીને વાત કરી હતી. સોનુએ દાવો કર્યો હતો કે જજોને વારંવાર સ્પર્ધકોના બિનજરૂરી વખાણ કરવાનું કહેવામાં આવે છે.
ખોટા વખાણ કરવા મને ગમતા નથી
સોનુ નિગમ બંગાળી રિયાલિટી શો 'સુપર સિંગર સિઝન 3'માં ગાયક કુમાર સાનુ અને કૌશિકી ચક્રવર્તી સાથે જજ તરીકે ભાગ લઈ રહ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, તેણે કહ્યું, 'મેં તરત જ આ બંગાળી શો (સુપર સિંગર સીઝન 3)નો ભાગ બનવાનું નક્કી કર્યું કારણ કે મને ઘણી આશાઓ છે. મેં ઘણા હિન્દી શોને ઠુકરાવી દીધા. હું શોમાં એ જ જૂની વાતો કહીને અને સ્પર્ધકો દ્વારા સારું ન ગાવા બદલ પણ વખાણ કરવાથી કંટાળી ગયો છું. મને તે પસંદ નથી.’ તેણે વધુમાં કહ્યું કે, હું પૈસા કમાવવા માટે ઉત્સુક નથી અને હું માત્ર આ માટે કોઈ શોનો ભાગ બનવા માંગતો નથી, તેથી હું આજકાલ હિન્દી શો માટે હા નથી કહેતો.
સોનુ નિગમ પોતાને મ્યુઝિક રિયાલિટી શોનો ગ્રાન્ડ ડેડી કહે છે
પોતાને મ્યુઝિક રિયાલિટી શોના ગ્રાન્ડ ડેડી તરીકે ગણાવતાં તેણે કહ્યું હતું કે, “હું મ્યુઝિક રિયાલિટી શોનો ગ્રાન્ડ ડેડી છું. 22 વર્ષ પહેલા મેં એક શો હોસ્ટ કર્યો હતો, ત્યારે આવો કોઈ શો નહોતો. મેં તેની કલ્પના કરી. વર્ષોથી, હું હોસ્ટ અને જજ તરીકે આવા ઘણા શોનો ભાગ રહ્યો છું, જ્યારે પણ કોઈ નવો હિન્દી સિંગિંગ શો આવે છે ત્યારે મારો સંપર્ક કરવામાં આવે છે, પરંતુ હું તેને ઠુકરાવી દઉં છું.
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે મે મહિનામાં ગાયક અમિત કુમારે દાવો કર્યો હતો કે ઈન્ડિયન આઈડલ 12માં મેકર્સે તેમને સ્પર્ધકોના વખાણ કરવાનું કહ્યું હતું. જોકે, અમિતના આ આરોપો પછી આ મામલો ઘણા દિવસો સુધી હેડલાઇન્સમાં રહ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર