મુંબઈ: સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ' (Indian Idol 12) આજકાલ ઘણી ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા કિશોર કુમારનો પુત્ર અમિત કુમાર (Kishore kumar Son Amit kumar) આ શોમાં મહેમાન તરીકે આવ્યા હતા. જે બાદ તે વિવાદિત નિવેદનની સાથે ચર્ચામાં આવ્યા છે. હવે ગાયક સોનુ નિગમ (Sonu Nigam) અમિત કુમારના સમર્થનમાં આવ્યા છે. હાલમાં જ સોનુંએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એક વીડિયો શેર કર્યો છે. ગાયકે વીડિયોમાં ટ્રોલર્સ પર નિશાન સાધતા કહ્યું કે, આ મામલાને આગળ ન વધારશો.
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા સોનુ નિગમે કેપ્શનમાં લખ્યું કે, 'A message to everyone regarding Indian Idol and Amit Kumar ji. Also, No one knows Kishore Kumar ji more than Amit Kumar ji..'
વીડિયોમાં સોનુંએ જણાવ્યું છે કે 'ઈન્ડિયન આઇડોલ' ને લઈને થોડા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. હું આ અંગે મૌન હતો, પણ મને લાગે છે કે, હવે મારે બોલવું જોઈએ. અમિત કુમારજી શોમાં આવ્યાં હતા, તે ખૂબ મોટા માણસ છે, તે કિશોરકુમારજીના પુત્ર છે. મને લાગે છે કે તેમના નિવેદનની ખોટી રજૂઆત કરવામાં આવી છે.
ગાયક સોનુ નિગમ આગળ કહે છે, 'અમિત કુમારજી સીધા અને શરીફ માણસ છે. તે કંઈ બોલતા નથી, તમે તેનો લાભ લઈ રહ્યા છો. હું 'ઇન્ડિયન આઇડલ' ટીમને કહેવા માંગુ છું કે, આપણે આ વિવાદનો અંત લાવવો જોઈએ. તે ન તો ઇન્ડિયન આઇડલનો દોષ છે કે ન અમિત કુમાર જીનો દોષ, તે તે લોકોનો દોષ છે કે જેઓ મધ્યમાં આવે છે. મનોજ મુન્તાશિરજી અને આદિત્ય પણ આ વાતને આગળ ન વધારે, હું આ બધા લોકોને કહેવા માંગુ છું કે તમારે અમિત કુમારજી વિશે કંઇ ન બોલવું જોઈએ, તે ખૂબ વરિષ્ઠ વ્યક્તિ છે, અને આપણી સંસ્કૃત્તિમાં સિનીયર લોકોનો આદર થાય છે.
તમને જણાવી દઈએ કે 'ઇન્ડિયન આઇડલ 12' ત્યારે વિવાદમાં આવ્યો હતો જ્યારે કિશોર કુમારનો પુત્ર અમિત કુમારને ખાસ એપિસોડમાં બોલાવવામાં આવ્યો હતો. તે મહેમાન તરીકે શોમાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગરે શોમાંથી બહાર આવ્યા બાદ કહ્યું હતું કે, તેમને શો મેકર્સ દ્વારા સ્પર્ધકોની પ્રશંસા કરવાનું કહેવામાં આવ્યું હતું, જ્યારે તેમને કોઈપણ સ્પર્ધકનું પ્રદર્શન પસંદ ન હતું. આ પછી 'ઇન્ડિયન આઇડોલ'ના ઘણાં ચાહકો અને સેલેબ્સે તેની ટીકા કરી હતી. આ શોના જજ મનોજ મુન્તાશીરે પણ આ વિવાદ અંગે પોતાનું નિવેદન આપ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર