સોનુ નિગમને જીવનું જોખમ, પોલીસે વધારી સુરક્ષા

સોનુ નિગમ

બોલિવૂડ ગાયક સોનુ નિગમે ગયા વર્ષે સવારે થતી આઝાન પર વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે ખૂબ મોટો વિવાદ થયો હતો.

 • Share this:
  આશીષ અંશુ

  બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક સોનુ નિગમને જીવનું જોખમ હોવાથી પોલીસે તેની સુરક્ષા વધારી દીધી છે. મહારાષ્ટ્રના ગુપ્તચર વિભાગે પોલીસને એક એડ્વાઇઝરી મોકલી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમુક કટ્ટરપંથી લોકો સોનુ નિગમની હત્યા કરવા માંગે છે.

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુપ્ત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કટ્ટરપંથી સંગઠન સોનુ નિગમને કોઈ જાહેર જગ્યાએ અથવા કોઈ ઇવેન્ટ પ્રમોશન દરમિયાન ટાર્ગેટ કરી શકે છે. એવામાં મુંબઈ પોલીસ પણ અલર્ટ થઈ ગઈ છે અને સોનુ નિમગમની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

  નોંધનીય છે કે બોલિવૂડ ગાયક સોનુ નિગમે ગયા વર્ષે સવારે થતી આઝાન પર વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે ખૂબ મોટો વિવાદ થયો હતો. આ વાતને લઈને અનેક ઉગ્રવાદી સંગઠનોએ તેને ધમકી આપી હતી.

  'હું પાકિસ્તાનના રાષ્ટ્રગીતનો પણ સન્માન આપીશ'

  સિનેમાહોલમાં રાષ્ટ્રગીત વગાડવાને લઈને છેડાયેલા વિવાદમાં સોનુ નિગમે અનેક વખત નિવેદન આપ્યું હતું. થોડા મહિના પહેલા તેણે કહ્યું હતું કે તે દેશના રાષ્ટ્રગીતનું સન્માન કરે છે. પરંતુ મારું માનવું છે કે સિનેમાહોલ અને રેસ્ટોરાંમાં રાષ્ટ્રગીત વગાડવું યોગ્ય નથી.

  સાથે જ સોનુ નિગમે એવું કહ્યું હતું કે, 'લોકોએ દરેક દેશના રાષ્ટ્રગીતનું સન્માન કરવું જોઈએ. આપણે તમામ લોકોએ આપણા રાષ્ટ્રગીતનો આદર કરવો જોઈએ. જો પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વાગે છે અને તમામ પાકિસ્તાની તેના સન્માનમાં ઉભા થાય છે તો, હું પણ પાકિસ્તાન અને તેના લોકોનાં સન્માનમાં ઉભો થઈ જઈશ.'
  Published by:Vinod Zankhaliya
  First published: