સોનૂ નિગમે ટ્રોલ કરનારાને આપ્યો જડબાતોડ જવાબ, માસ્ક ન પહેરવા પર સંભળાવી હતી ખરી-ખોટી

(PHOTO: @SonuNigam instagram)

હાલમાં જ સોનૂ નિગમે મુંબઇનાં જુહૂમાં રક્ત દાન શિબિરમાં રક્ત દાન કર્યું હતું જે બાદ લોકોએ તેને માસ્ક પહેરવા બાબતે ટ્રોલ કર્યો હતો. લોકોનું કહેવું હતું કે, સિંગર રક્ત દાન દરમિયાન પોતે માસ્ક પહેરવાનું ભૂલી ગયો હતો.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના સંકટની વચ્ચે સિંગર સોનૂ નિગમ (Sonu Nigam) લોકોની મદદે આવ્યો છે. હાલમાં જ તેણે મુંબઇનાં જુહૂમાં એક બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન થયું હતું ત્યાં રક્તદાન કર્યુ હતું જે બાદ લોકોએ તેને માસ્ક ન પહેરવા બાબતે ટ્રોલ કર્યો હતો. લોકોનું કેહવું હતું કે, તે રક્ત દાન દમરિયાન માસ્ક પહેરવાનું ભૂલી ગયો છે. જેનો સોનૂ નિગમ (Sonu NIgam)એ જડબાતોડ જવાબ આપ્યો છે. અને તમામની બોલતી બંધ કરી છે.

  ઇન્સ્ટાગ્રામ પર એક યૂઝરે લખ્યું છે કે, 'આપે સારુ કામ કર્યું પણ સાર્વજનિક સ્થાન પર માસ્ક પહરો..' અન્ય એકે લખ્યું હતું કે, 'આપનું માસ્ક ક્યાં છે?' તો અન્ય એક યૂઝરે લખ્યું હતું કે, આ બધુ જ માસ્ક લગાવીને પણ થઇ શકતુ હતું. આ પ્રકારની કમેન્ટ્સ તેની પોસ્ટ થઇ હતી.

  યૂઝરનાં સતત ટ્રોલ કરવા પર સોનૂ નિગમે તેનાં ફેસબૂક પર આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. સોનૂ લખે છે, 'જે અહીં આઇન્સ્ટાઇન બનીને આવ્યાં છે તેમનો મારો જવાબ, તે આ જ ભાષાનાં હકદાર છે. ગધેડાઓ, ઉલ્લૂનાં પઠ્ઠાઓ રક્તદાન વખતે માસ્ક પહેરવાની ના હોય છે.. કેટલાં નીચે પડશો.. લેફ્ટિસ્ટ?'  આપને જણાવી દઇએ કે, સોનૂ નિગમ (Sonu Nigam)ચિંતા જતાવતા કહ્યું હતું કે, આ વર્ષે કુંભ મેળો ન હોવો જોઇએ. સોનૂ નિગમે રાતનાં ત્રણ વાગ્યે કોરોના અંગે મોનોલોગ બનાવ્યો હતો .સોનૂએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક બે નહીં પાંચ મોનોલોગ બનાવીને તેનાં વિચારો શેર કર્યા છે. સોનૂએ તેનાં વીડિયોમાં કહ્યું છે કે, 'હું કોઇ અન્ય માટે કંઇ જ નથી કહી શકતો. પણ એક હિન્દુ હોવાને કાતે એમ જરુર કહીં શકુ છુ કે, કુંભ મેળો ન યોજાવો જોઇએ. ચલો સારુ છે થોડી બુદ્ધિ આવી ગઇ અને તેને સિંબોલિક કરી દેવામાં આવ્યો. હું આસ્થાને સમજુ છું. પણ સાથે એ પણ માનું છું કે આ સમયે જીવનથી વધુ કંઇ જ જરુરી નથી.'
  Published by:Margi Pandya
  First published: