VIDEO: ખય્યામની અંતિમયાત્રામાં સોનૂ નિગમે આપી કાંધ, ન રોકાયા આંસુ

News18 Gujarati
Updated: August 21, 2019, 11:19 AM IST
VIDEO: ખય્યામની અંતિમયાત્રામાં સોનૂ નિગમે આપી કાંધ, ન રોકાયા આંસુ
'કભી કભી મેરે દિલમે ખયાલ આતા હૈ..', 'મે પલ દો પલ કા શાયર હૂં' જેવી હૃદય સ્પર્શી ધુન તૈયાર કરનારા ખય્યામે તેમની કરિઅર 17 વર્ષની ઉંમરે શરૂ કરી હતી

'કભી કભી મેરે દિલમે ખયાલ આતા હૈ..', 'મે પલ દો પલ કા શાયર હૂં' જેવી હૃદય સ્પર્શી ધુન તૈયાર કરનારા ખય્યામે તેમની કરિઅર 17 વર્ષની ઉંમરે શરૂ કરી હતી

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: હિન્દી સિનેમાનાં સંગીતમાં એકથી એક મોતી આપનારા ખય્યામ હવે આ દુનિયામાં નથી રહ્યાં. તેમણે 19 ઓગષ્ટનાં રોજ અંતિમ શ્વાસ લીધો. કાલે એટલે કે 20 ઓગષ્ટનાં રોજ તેમની અંતિમ વિદાય થઇ. જેમાં બોલિવૂડની તમામ દિગ્ગજ હસ્તીઓ હાજર રહી હતી. ખય્યામની અંતિમ વિદાયનાં સફરમાં એક એવો સીન જોવા મળ્યો જે હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. વીડિોયમાં સોનૂ નિગમ ખય્યામની અર્થીને કાંધ દેતો નજર આવે છે.

આ સમયે સૌની આંખોમાં આંસુ હતાં. જેઓ ત્યાં અંતિમ વિદાયમાં હાજર ન હતાં તેમણે ટ્વટિર પર દુખ જાહેર કર્યું. PM મોદીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત કરન જોહર, મહાનાયક અમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાના, જાવેદ અખ્તર, લતા મંગેશકર અને વરૂણ ગ્રોવર સહિત ઘણાં કાલાકારોએ ખય્યામને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.




 

Loading...




View this post on Instagram




 

His great music 👍 #khayyam lives in our hearts forever 🙏 #rip


A post shared by Viral Bhayani (@viralbhayani) on






'કભી કભી મેરે દિલમે ખયાલ આતા હૈ..', 'મે પલ દો પલ કા શાયર હૂં' જેવી હૃદય સ્પર્શી ધૂન તૈયાર કરનારા ખય્યામે તેમની કરિઅર 17 વર્ષની ઉંમરે શરૂ કરી હતી. વર્ષ 1953માં તેમણે બોલિવૂડમાં એન્ટ્રી લીધી. પહેલી ફિલ્મ હતી 'ફુટપાથ'. ફિલ્મમાં કામ મળવાનું શરૂ થયુ અને કરિઅરની ગાડી દોડવા લાગી. આખરી ખત, કભી કભી, ત્રિશુલ, નૂરી, બાજાર, ઉમરાવ જાન અને યાત્રા જેવી ફિલ્મોનું શાનદાર મ્યૂઝિક તેમણે આપ્યું. અને દર્શકોનાં દિલમાં રાજ કરવા લાગ્યા.
First published: August 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...