સોનમના લગ્ન પહેલા ડાન્સની પ્રેક્ટિસનો VIDEO લીક

સોનમના લગ્ન પહેલા ડાન્સની પ્રેક્ટિસનો VIDEO લીક

 • Share this:
  ખુબસૂરત અદાકાર સોનમ કપૂર અને બિઝનેસમેન આનંદ આહુજાના લગ્નને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે તેના પરિવારમાં લગ્નની જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. સોનમ અને આનંદે પોતાના ડ્રેસ ડિઝાઈનરને પસંદ કરી લીધા છે. અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યોં છે. ત્યારે સોનમના લગ્ન પહેલા બોલિવૂડ સ્ટાર્સના ડાંસ રિહર્સલના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.

  વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સોનમ કપૂર પોતાના ભાઈ અર્જુન કપૂર અને એક્ટર વરૂણ ધવન સાથે બેઠેલી જોવા મળી રહી છે. સોનમ તેઓ સાથે વાત કરતી જોવા મળી રહી છે. જ્યારે તેના મિત્રો અને ફેમેલી મેમ્બર્સ ડાંસનું રિહર્સલ કરતા જોવા મળી રહ્યાં છે.
  જાનૈયાઓના સ્વાગત માટે તમામ લોકો સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર ઝિંદા હે'ના સોંગ 'સ્વેગ સે સ્વાગત' પર ડાંસની પ્રેક્ટિસ કરી રહ્યાં છે. એટલે કે આહુજા પરિવાર જ્યારે જાન લઈને આવશે ત્યારે તેને સરપ્રાઈઝ મળશે.
  શુક્રવાર રાત્રેથી જ સોનમના ઘરે વરૂણ ધવન, અર્જુન કપૂર, જૈક્લીન ફર્નાંડીઝ અને કરણ જોહર જેવી બોલીવૂડ હસ્તીઓ તેના ઘર પર પહોંચી ગઈ છે. સુત્રો અનુસાર અનિલ કપૂર અને તેના મિત્રો અનુપમ ખેર અને સતીશ કૌશિક પણ પોતાના પરફોર્મન્સથી સૌને હેરાન કરશે.  પરિવારના એક સુત્રના હવાલેથી ફિલ્મફેયરમાં લખ્યું છે કે, ' અનિલ કપૂર, સોનમ કપૂરની સંગીત સેરેમનીમાં શાનદાર ડાંસ પરફોર્મન્સ કરશે. તેઓ 'ગલ્લા ગુડિયા' (દિલ ધડકને દો) અને 'માઈ નેમ ઈઝ લખન' (રામ લખન) સોંગ પર સ્પેશિયલ ડાંસ પરફોર્મ કરશે. જેમાં અનુપમ ખેર અને સતીશ કૌશિક તેમને સાથ આપશે.'

  જ્યારે સોનમ અને આનંદ હિટ સોંગ 'તારીફે' (વીરે દી વેડિંગ), 'અભી તો પાર્ટી શરૂ હુઈ હે' (ખુબસૂરત) અને 'પ્રેમ રતન ધન પાયો'ના ટાઈટલ ટ્રેક પર ડાંસ પરફોર્મ કરશે.  Published by:Nisha Kachhadiya
  First published:May 05, 2018, 12:38 pm

  ટૉપ ન્યૂઝ