સોનમ કપૂરના લગ્નની તારીખ નક્કી, જાણો ક્યા શહેરમાં થશે WEDDING!

 • Share this:
  ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર બિઝનેસમેન આનંદ આહુઝા સાથે રિલેશનશિપમાં છે. મુંબઈ મિરરના રિપોર્ટ અનુસાર હવે સોનમ કપૂર 11 મેના રોજ જેનેવામાં આનંદ સાથે લગ્નના બંધનમાં બંધાશે. જેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર થોડા સમય પહેલા સોનમ અને આનંદ લંડનમાં છુટ્ટીઓ મનાવવા માટે ગયા હતા.

  જેનેવામાં લગ્નની તારીખ અને વેન્યૂ નક્કી કરી લેવામાં આવ્યું છે. હાલ તો ફ્લાઈટ્સ ટિકિટ બુકિંગનું કામ ચાલી રહ્યું છે. સોનમ કપૂરના પિતા અનિલ કપૂર પણ મહેમાનોને પોતે જ જઈને આમંત્રણ આપી રહ્યાં છે. જણાવી દયે કે સોનમ કપૂર હિંદુ રીતિ રિવાજો અનુસાર લગ્ન કરશે.

  રિપોર્ટ અનુસાર, અબુ જાની અને સંદીપ ખોસલા સોનમનો વેડિંગ ડ્રેસ ડિઝાઈન કરશે. જણાવી દયે કે છેલ્લા ઘણા સમયથી સોનમ અને આનંદ એક-બીજાને ડેટ કરી રહ્યાં છે. જ્યારે અનિલ કપૂરના 60માં બર્થડે સેલિબ્રેશનની પાર્ટીમાં પણ આનંદ આહુજા પહોંચ્યો હતો. અને ત્યારથી જ બંનેની રિલેશનશિપ સામે આવી હતી. જે બાદ બંને એક બીજા સાથે ઘણી છુટ્ટીઓ મનાવતા પણ જોવા મળી ચૂક્યા છે.

  આનંદ અને સોનમ બંને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટસ પર એક બીજાની તસવીરો શેર કરતા રહે છે.


  વેલેંટાઈન ડે પર પણ સોનમે આનંદ સાથેની એક તસવીર શેર કરી હતી. અને ખુબ જ સુંદર કેપ્શન પણ આપ્યું હતું.
  Published by:Nisha Kachhadiya
  First published: