સોનમ કપૂર 'ઇદ મુબારક' કહેવા પર થઇ ટ્રોલ, યૂઝર્સે પુછ્યું- 'કેટલાં રુપિયા મળ્યા?'
સોનમ કપૂર 'ઇદ મુબારક' કહેવા પર થઇ ટ્રોલ, યૂઝર્સે પુછ્યું- 'કેટલાં રુપિયા મળ્યા?'
(photo credit: instagram/@sonamkapoor)
સોનમ કપૂર (Sonam Kapoor)એ વીડિયો શેર કર્યો હતો. જેમાં તે રણબીર કપૂર (Ranbir Kapoor)ની સાથે નજર આવી રહી છે. વીડિયોની કેપ્શનમાં તેણે લખ્યું છે, 'મારા ભાઇઓ અને બહેનોને ઇદની શુભેચ્છાઓ.' એક્ટ્રેસની આ પોસ્ટ અંગે તે ટ્રોલ થઇ હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગત 14 મેનાં આખી દુનિયામાં ઇદ (Eid 2021) નાં જશ્ન મનાવવામાં આવ્યું. બોલિવૂડ સેલિબ્રિટીઝે તેમનાં ચાહકોને પોતાનાં જ અંદાજમાં સોશિયલ મીડિયા દ્વારા ઇદની વધામણીઓ આપી હતી. સોનમ કપૂર (Sonam Kapoor)એ પણ તેનાં ફેન્સને તેની ડેબ્યૂ ફિલ્મ 'સાંવરિયા'નો એખ વીડિયો શેર કરતાં ફેન્સને ઇદની શુભેચ્છાઓ આપી હતી. જ્યાં કેટલાંક લોકોએ એક્ટ્રેસની પોસ્ટ પર કમેન્ટ કરતાં તેમને ઇદની વધામણીઓ આપી છે તો કેટલાંક યૂઝર્સે સોનમને આમ ઇદ (Sonam Kapoor Eid Post)ની શુભેચ્છાઓ આપે તે પસંદ આવ્યું ન હતું. તેથી યૂઝર્સે તેને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી હતી.
સોનમ કપૂરે વીડિયો શેર કર્યો હતો. જેમાં તે રણબીર કપૂરની સાથે નજર આવે છે. વીડિયોની કેપ્શનમાં તેણે લખ્યું હતું, 'મારા ભાઇઓ અને બહેનોને ઇદની શુભેચ્છાઓ.' એક્ટ્રેસની આ પોસ્ટ અંગે તે ટ્રોલ થઇ હતી. આમાં એક યૂઝરની કમેન્ટથી સોનમ એટલી ગુસ્સે થઇ ગઇ કે તેણે યૂઝરને બ્લોક કરી દીધો.
સોનમ કપૂરે પોસ્ટ પર કમેન્ટ કરતાં એક યૂઝરને તેને પુછી લીધુ કે, 'ઇદની શુભેચ્છા આપવાં અને આ પોસ્ટ માટે તેને કેટલાં રૂપિયા મળ્યાં છે? સોનમ કપૂરને આ કમેન્ટ જોઇ એટલો ગુસ્સો આવ્યો કે, તેણે તે વ્યક્તિ સાથે ચર્ચાઓ કરવાનું પણ ન વિચાર્યું સીધા તેને બ્લોક કરી દીધો. એટલું જ નહીં તેણે ટ્રોલને તેને હેરેસ કરવાં અને ચિડાવવા માટે રિપોર્ટ પણ કર્યો હતો.'
સોનમ કપૂરે આ એક્શનથી સ્પષ્ટ થાય છે કે તે ચૂપ બેસનારામાંથી નથી. સામાન્ય રીતે એક્ટ્રેસ ટ્રોલિંગ પર રિએક્ટ નથી કરતી. પણ જ્યારે પણ જવાબમાં આવે છે. ટ્રોલ્સની બોલતી બંધ કરી દે છે. આ પહેલાં પણ કરારા અંદાજમાં એક્ટ્રેસ ટ્રોલ્સનો જવાબ આપી ચૂકી છે. સોનમને ઘણી વખત તેની ફેશન સેન્સ માટે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. પણ તે ક્યારેય ટ્રોલ્સથી પ્રભાવિત થતી નથી..
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર