મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને તેણીના પતિ આનંદ અહૂજાના ઘરે ઓગસ્ટમાં જ નાનકડાં બેબી બૉયનું આગમન થયું છે. પોતાના દીકરાનું નામ કપલે વાયૂ રાખ્યુ છે. હાલમાં જ સોનમ કપૂરે પોતાના દીકરા વાયૂની તસવીર મામા હર્ષવર્ધન સાથે શેર કરી થે અને પોતાના ભાઈને બેસ્ટ મામા કહ્યુ છે. જોકે, સોનમ દ્વારા શેર કરવામાં આવેલી તમામ તસવીરોની જેમ આ તસવીરમાં પણ તેણીના દીકરાનો ચહેરો જોવા નથી મળી રહ્યો. પોતાના ભાઈ હર્ષવર્ધનના ખોળામાં સુતા-સુતા વાયૂની જે તસવીર સોનમે શેર કરી છે તેમાં હર્ષવર્ધન પર્પલ રંગનું ટીશર્ટ અને સફેદ રંગના પજામામાં જોવા મળી રહ્યો છે.
સોનમે પોતાના ભાઈ અને પોતાના દીકરાની જે તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે તેમાં તેણીએ #nephew #mamalove લગાવ્યુ છે. સાથે સોનમે લખ્યુ છે કે વાયૂ તમને ખૂબ જ પ્રેમ કરે છે. તમે સૌથી સારા મામા છો તેની સાથે સોનમે પોતાની પ્રેગ્નેન્સી પહેલાની અમુક વાતો પણ પ્રશંસકો સાથે શેર કરી. આ વાતોને પોતાના ફેન્સ સાથે શેર કરતા સોનમે લખ્યુ કે, "મારી પ્રી-નટલ જર્ની ખૂબ જ અલગ હતી. હું જેટલું પણ સંભવ હોય તેટલું નેચરલ જ ઈચ્છતી હતી. જેનાથી ઓછામાં ઓછી તકલીફ સાથે નેચરલ ડિલીવરી થઈ શકે. તેના માટે મે ડૉ. ગૌરા મોથાની સાથે જેન્ટલ બર્થ મેથડની પણ મદદ લેવાનો નિર્ણય કર્યો હતો."
તેની સાથે સોનમે પેરેન્ટ્સ હેશ ટેગ લગાવતાની સાથે, પોતાના દીકરા વાયૂ સાથે પોતાના માતા-પિતાની પણ તસવીરો શેર કરી હતી. થોડા સમય પહેલા સોનમ કપૂરે માતા-પિતા, પતિ અને દીકરા સાથે રજા માણવા ગઈ હતી. જ્યાં આ બધાએ ખૂબ જ મસ્તી કરી હતી. સોનમે જે તસવીરો શેર કરી છે, તેમાં એક તસવીરમાં તેનો પતિ આનંદ કાર ચલાવી રહ્યો છે. તેમજ સોનમ ફોટો ક્લિક કરી રહી છે. સોનમ કપૂરે અમુક રીલ્સ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. જેમાં તેમની રજાઓમાં માણેલી મજાઓની ઝલક જોવા મળે છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર