Home /News /entertainment /ડિલીવરી પહેલા સોનમની હાલત થઇ કફોડી, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી આવી તસવીર

ડિલીવરી પહેલા સોનમની હાલત થઇ કફોડી, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી આવી તસવીર

પ્રેગ્નન્સીમાં સોનમ કપૂરની તબિયત થઈ ખરાબ.

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર હાલ પ્રેગ્નેન્ટ (Sonam Kapoor Pregnancy) છે. સોનમ કપૂરના પહેલા બાળકની ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન એક્ટ્રેસે પોતાની તસવીર સાથે ફેન્સને એક અપડેટ આપી છે કે તેની તબિયત ઠીક નથી. તસવીર શેર કરતી વખતે સોનમ કપૂરે આપેલા કેપ્શન પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે અભિનેત્રીની તબિયત સારી (pregnant sonam kapoor in bad condition) નથી.

વધુ જુઓ ...
    બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર હાલ પ્રેગ્નેન્ટ (Sonam Kapoor Pregnancy) છે. સોનમ કપૂરના પહેલા બાળકની ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન એક્ટ્રેસે પોતાની તસવીર સાથે ફેન્સને એક અપડેટ આપી છે કે તેની તબિયત ઠીક નથી. તસવીર શેર કરતી વખતે સોનમ કપૂરે આપેલા કેપ્શન પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે અભિનેત્રીની તબિયત સારી (pregnant sonam kapoor in bad condition) નથી. જણાવી દઈએ કે સોનમ કપૂરનો આ પ્રેગ્નેન્સીનો છેલ્લો મહિનો છે અને એક્ટ્રેસ આ મહિને પોતાના બાળકને જન્મ આપવા જઈ રહી છે.

    સોજાઈ ગયા છે અભિનેત્રીના પગ

    સોનમ કપૂર પોતાના પ્રેગનન્સી પીરિયડની ઝલક પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ સાથે જ સોનમ કપૂર હાલમાં જ કંઇક આવા જ કારણે ચર્ચામાં આવી છે. સોનમે પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તે પ્રેગ્નેન્સીને કારણે તેના પગ કેવા સૂજી ગયા છે તેનું વર્ણન કરતી જોવા મળી રહી છે. સોનમનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.



    લખી આ વાત

    સોનમ કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે પલંગ પર સૂતેલી જોવા મળી રહી છે અને તેના પગની તસવીરો શેર કરી છે. તસવીરમાં તેણે ક્યૂટ પાયજામો પહેર્યો છે અને તેના પગમાં સોજો આવી ગયો છે. આ ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું હતું- 'ક્યારેક પ્રેગ્નેન્સી સુંદર હોતી નથી'.

    વાયરલ થઇ રહી છે તસવીર

    સોનમ કપૂરની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ઘણી સગર્ભા સ્ત્રીઓને પણ ગર્ભાવસ્થા દરમિયાન પગમાં સોજો આવવાના અનુભવો શેર કર્યો છે. પ્રેગ્નેન્સી દરમિયાન સોનમ કપૂરનું ધ્યાન પતિ આનંદ આહુજા રાખી રહ્યા છે. સોનમ કપૂર સોશિયલ પર ઘણી વખત પોતાના પતિની મદદ વિશે વાત કરતી જોવા મળી છે. આ સાથે જ સોનમનો આખો પરિવાર તેની પ્રેગનન્સીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને દરેક તેની ડ્યુ ડેટની રાહ જોઈ રહ્યા છે.

    બેબીના આગમનની તૈયારીઓ શરૂ

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોનમની ડિલિવરી ઓગસ્ટમાં થશે. સાથે જ કપૂર પરિવારે નાના મહેમાનના સ્વાગત માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે જ્યારથી સોનમે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે, ત્યારથી આખો પરિવાર નાના મહેમાનના સ્વાગતની તૈયારી કરી રહ્યો છે.

    આ મહિને થશે સોનમની ડિલીવરી

    બોલિવૂડલાઇફના એક અહેવાલ મુજબ, સોનમ કપૂર અને આનંદ આહુજાનું પહેલું સંતાન જન્મ લેશે. તમને જણાવી દઈએ કે લગ્ન બાદ સોનમ કપૂર મોટાભાગે પોતાના લંડનના ઘરમાં જ રહી છે. આનંદ અને સોનમનું દિલ્હીમાં એક આલીશાન ઘર પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનમ છ મહિના સુધી પોતાના માતા-પિતાના ઘરે રહેશે. ત્યારબાદ તે પોતાના પતિ સાથે લંડન જતી રહેશે. સાથે જ હાલ સોનમની પાસે એવી ઘણી ફિલ્મો છે, જેના પર તે પોતાની ડિલીવરી બાદ કામ કરશે.
    First published:

    Tags: Bollywood actress, Pregnancy, Sonam kapoor