મુંબઇ: જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરની ફિલ્મ 'ધડક'ની રિલીઝ હવે ઘણી નજીક છે. આ ફિલ્મ આવતા શુક્રવારે રિલીઝ થઇ રહી છએ. દર્શકોમાં આ ફિલ્મને લઇને ઘણો જ ઉત્સાહ છે. પણ જાહ્નવીની બહેન સોનમ કપૂરને તેની આ ફિલ્મથી ખુબજ આશા છે. તેને આ ફિલ્મ ખુબજ ગમી છે. સોનમે ટ્વિટ કરીને જ્હાનવીનાં ભરપેટ વખાણ કર્યા છે.
સોનમે લખ્યું છે કે, 'જાહ્નવી કપૂર તે ધમાકેદાર ડેબ્યુ કર્યુ છે મને તારા પર ગર્વ છે. તારા વખાણ કરવાં માટે મારી પાસે શબ્દો નથી. ઇશાન ખટ્ટર તે પણ કમાલ કરી નાખી છે. આ શઆનદાર ફિલ્મ માટે હું શશાંક ખૈતાનને ક્રેડિટ આપવા ઇચ્છુ છું. જેમણે બંને કલાકારોની માસૂમિયતને ખુબજ સુદંર રીતે કેપ્ચર કરી છે.'
What a stunning debut @janhvikapoor so so proud! Moved beyond words. @ishaankhattar you are magnificent. And this is all thanks to @ShashankKhaitan who has brilliantly captured their innocence, vulnerability and strength! Stunned!!!!!!
ઇશાન ખટ્ટર જાહ્નવી કપૂરની ફિલ્મ 'ધડક' 20 જુલાઇનાં રોજ રિલીઝ થવાની છે. આ માટે ગઇકાલે રાત્રે ફિલ્મની સ્પેશલ સ્ક્રિનિંગ યોજાઇ હતી જેમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ અને જાહ્નવી અને ઇશાનનાં પરિવારજનોએ આ ફિલ્મ માણી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર