SHOCKING! સોનમ અને આનંદનાં લગ્નમાં આવ્યો મોટો બદલાવ

News18 Gujarati
Updated: April 23, 2018, 12:21 PM IST
SHOCKING! સોનમ અને આનંદનાં લગ્નમાં આવ્યો મોટો બદલાવ
સોર્સિસની માનીયે તો લગ્ન માટે ત્રણ મોટા ફંક્શન હશે. જે ત્રણ અલગ અલગ જગ્યા પર હશે.

સોર્સિસની માનીયે તો લગ્ન માટે ત્રણ મોટા ફંક્શન હશે. જે ત્રણ અલગ અલગ જગ્યા પર હશે.

  • Share this:
મુંબઇ: હાલમાં અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરનાં લગ્નનાં સમાચાર ચારેય તરફ ચર્ચામાં છે. લાંબા સમયથી સોનમ અને આનંદ એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે તેઓ ફાઇનલી લગ્ન કરવા જઇ રહ્યાં છે. સોનમ અને આનંદનાં લગ્નને લઇને સતત કંઇકને કંઇક સમાચાર આવતા રહેતા હોય છે. પણ કપૂર પરિવારે હજુ સુધી આ વિશે કંઇજ અધિકૃત જાહેરાત કરી નથી.

આ પહેલાં સમાચાર હતા કે સોનમ અને આનંદ આ વર્ષે 6-7 મેનાં રોજ લગ્ન કર।શે પણ લગ્નની તારીખ હજુ સુધી કન્ફર્મ નથી. હવે એક એન્ટરટેઇનમેન્ટ પોર્ટલ પર સમાચાર છે કે આ લગ્ન 7 અને 8 મેનાં રોજ છે. લગ્ન અને અન્ય વિધિ તમામ આ બે દિવસમાં હશે. સોર્સિસની માનીયે તો લગ્ન માટે ત્રણ મોટા ફંક્શન હશે. જે ત્રણ અલગ અલગ જગ્યા પર હશે.





સંગીતની ખાસ તૈયારી
સોનમ અને આનંદની સંગીત સેરેમની સોનમની મિત્ર સમ્યુક્તા નાયરની ફાઇવ સ્ટાર હોટલમાં કરવામાં આવશે. તો સંગીત સેરેમનીની સંપૂર્ણ જવાબદારી ફરાહ ખાન કરશે. કપૂર ફેમિલીનાં તમામ સભ્યો ડાન્સ પર્ફોર્મન્સ આપશે.જેમાં અનિલ કપૂર અને સુનીતા કપૂરનું પરફોર્મન્સ સૌથી ખાસ હશે.




મહેંદી હશે સોનમનાં જ ઘરમાં
સંગીત સેરેમની બાદ મહેંદી ફંક્શન હશે. સોનમનાં લગ્ઝરી એપાર્ટમેન્ટમાં જ મહેંદી ફંક્શન રાખવામાં આવશે. સોનમનો આ ફ્લેટ 35 કરોડ રૂપિયાનો છે. અને 7 હજાર સ્ક્વેર ફિટમાં તે બનેલો છે. અહીં એક મોટો હોલ છે જેમાં તમામ પ્રકારની સુવિધા છે.




પૈતૃક હવેલીમાં થશે લગ્ન
લગ્ન બ્રાન્દ્રા સ્થિત એક પૈતૃક હવેલીમાં કરવામાં આવશે. આ હવેલી 55 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે.




અબુજાની સાથે પ્રેમ રતન ધન પાયો
હાલમાં જ સોનમ કપૂરે સંદિપ ખોસલાની ભત્રીજીનાં લગ્નમાં સ્ટેજ પરફોર્મન્સ આપ્યુ હતું તેની સાથે અબુજાની પણ હતાં અને તેમણે સોનમનાં ઓલ ટાઇમ ફેમસ સોન્ગ પ્રેમ રતન ધન પાયો પર ડાન્સ પરફોર્મન્સ આપ્યુ હતું.


First published: April 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading