Home /News /entertainment /સોનમ કપૂરની લગ્નની વિંટીનો ભાવ સાંભળીને ચોક્કસથી લાગશે આંચકો

સોનમ કપૂરની લગ્નની વિંટીનો ભાવ સાંભળીને ચોક્કસથી લાગશે આંચકો

સોનમ કપૂરે સગાઇમાં એક મોટા હિરાની વિંટી મળી છે. આપને જણાવી દઇએ કે સોનમ અને આનંદની સગાઇ સેરેમની ક્યાં થઇ ક્યારે થઇ તેનો ક્યાંય ઉલ્લેખ થયો નથી

સોનમ કપૂરે સગાઇમાં એક મોટા હિરાની વિંટી મળી છે. આપને જણાવી દઇએ કે સોનમ અને આનંદની સગાઇ સેરેમની ક્યાં થઇ ક્યારે થઇ તેનો ક્યાંય ઉલ્લેખ થયો નથી

    મુંબઇ: આનંદ આહુજા સાથે 8 મેનાં રોજ લગ્ન કરનારી સોનમ કપૂર હાલમાં ખુબજ ચર્ચામાં છે. આખુ બોલિવૂડ તેનાં લગ્નમાં ઉમટ્યું હતું. આ તમામની વચ્ચે હાલમાં જ અમારી પાસે એક ખાસ ખબર આવી છે. જે સૌનું ધ્યાન ખેંચે તેવી છે. અને તે છે સોનમ કપૂરની સગાઇની વિંટીની કિંમત.

    સોનમ કપૂરે સગાઇમાં એક મોટા હિરાની વિંટી મળી છે. આપને જણાવી દઇએ કે સોનમ અને આનંદની સગાઇ સેરેમની ક્યાં થઇ ક્યારે થઇ તેનો ક્યાંય ઉલ્લેખ થયો નથી. મહેંદી, સંગીત અને લગ્ન બાદમાં રિસેપ્શન આ તમામ ફંક્શન્સની વચ્ચે જ સગાઇ થઇ હોવાનું અનુમાન છે.

    સોર્સિસની માનીયે તો, સોનમ કપૂરની આ સગાઇની વિંટીની કિંમત 90 લાખ રૂપિયા છે. આ વાતમાં કોઇ જ શંકા નથી કે આ સાથે જ સોનમ બોલિવૂડની સૌથી મોંઘી એંગેજમેન્ટ રિંગ ધરાવનારી હિરોઇનોની લિસ્ટમાં શામેલ થઇ ગઇ છે.

    વિરાટે અનુષ્કા માટે 1 કરોડ રૂપિયાની લીધી હતી વિંટી
    આપને જણાવી દઇએ કે ડિસેમ્બર મહિનામાં ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા માટે એક કરોડ રૂપિયાની કિંમતની વિંટી પહેરાવી હતી. આ વિંટી પર વિરાટે એક ખાસ હિરો જડાવ્યો છે. જે ઓસ્ટ્રિયાનાં એક ડિઝાઇનરે બનાવ્યો હતો. આ રિંગની ખાસિયત એ છે કે તેને આપ જે એન્ગલથી જોશો તે તમને અલગ લાગશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Price, Sonam kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन