Home /News /entertainment /Video : લાડલાને બ્રેસ્ટફીડ કરાવતા કરવા ચોથ માટે તૈયાર થઇ સોનમ, આનંદ આહુજાએ પત્ની પર લૂંટાવ્યો પ્રેમ
Video : લાડલાને બ્રેસ્ટફીડ કરાવતા કરવા ચોથ માટે તૈયાર થઇ સોનમ, આનંદ આહુજાએ પત્ની પર લૂંટાવ્યો પ્રેમ
સોનમ કપૂરનો લેટેસ્ટ વીડિયો થઇ રહ્યો છે વાયરલ!
Sonam Kapoor Video : સોનમ કપૂરે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કરવા ચોથ માટે પૂરા સાજ-શણગાર સાથે તૈયાર થઇ છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે મેકઅપ કરાવતી વખતે એક્ટ્રેસ પોતાના દીકરા વાયુને બ્રેસ્ટફીડીંગ કરાવી રહી છે.
Sonam Kapoor : બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર એકદમ સ્ટાઇલિશ છે અને હંમેશા પોતાની ફેશનના કારણે ચર્ચામાં રહે છે. સોનમે કરવા ચોથનું વ્રત ભલે ન રાખ્યું હોય પરંતુ આ અવસરે પણ તેણે પોતાની ખૂબસૂરત તસવીરો શેર કરીને લાઇમ લાઇટ લૂંટી લીધી. સોનમ હાલમાં જ મા બની છે અને લાડલા વાયુ સાથે ખૂબસૂરત સમય પસાર કરી રહી છે.
સોનમ પોતાની ફેશન અને સ્ટાઇલિશ ડ્રેસિસના કારણે તો ચર્ચામાં રહે જ છે, પરંતુ કરવા ચોથના તહેવાર પર તે ટોક ઓફ ધ ટાઉન બની ગઇ. કરવા ચોથ પર પણ મેકઅપ કરાવ્યો અને સ્ટાઇલિશ અંદાજમાં ડ્રેસઅપ થઇ. સોનમે તેની એક રીલ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે પોતાના લાડલાને બ્રેસ્ટફીડ કરાવતી એક ઝલક પણ બતાવી રહી છે.
સોનમ કપૂર હાલમાં જ મા બની છે અને મુંબઇમાં તેની મમ્મી સુનીતા કપૂરે પોતાના ઘરે કરવા ચોથની પૂજા રાખી હતી. આ પૂજામાં બોલીવુડની અનેક સેલેબ્રિટીસ હાજર રહી હતી. તેવામાં સોનમ પણ ફેસ્ટિવલ પ્રમાણે પિંક અને ગ્રીન કલરના લહેંગામાં તહેવાર થઇ હતી. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પોતાની તૈયારીઓની ઝલક બતાવી. સોનમની ટીમ તેના હેરથી લઇને મેકઅપ કરતી જોવા મળી રહી છે. મેકઅપ કરાવતી વખતે પોતાના લાડલા વાયુને બ્રેસ્ટફીડ કરાવતી એક્ટ્રેસની ઝલક જોવા મળી રહી છે.
પોતાના ઘરે ખૂબ જ ખુશ છે સોનમ
આ વીડિયોને શેર કરતાં સોનમ કપૂરે લખ્યું, પોતાની ટીમ સાથે રિયલ વર્લ્ડમાં વાપસી, ડ્રેસઅપ થવું અને લોકોને મળવું ખૂબ જ સારુ છે...પોતાના હોમ ગ્રાઉન્ડમાં આવવું સારુ લાગી રહ્યું છે. લવ યૂ મુંબઇ, તમારા બધા જ ક્રેક્સ એન્ડ સ્કોર્સ સાથે તમે મેજિક છો.
પોતાની પત્નીની આ રીલને જોઇને આનંદ આહુજા પણ કમેન્ટ કરવાથી પોતાનીજાતને રોકી ન શક્યો. સોનમના હસબન્ડ આનંદ આહુજાએ બાઇસેપ્સવાળી ઇમોજી શેર કરીને લખ્યું, 'તેના માટે બનાવવામાં આવી છે મમ્મા'. સાથે જ પત્રલેખા સહિત ઘણા સેલબ્સે સોનમની અદા પર પ્રેમ લૂંટાવતા વખાણ કરતા લખી રહ્યાં છે, 'મેકઅપ સાથે સાથે જે રીતે ફીડીંગ કરાવી રહી છે, આ સ્ટનિંગ મમ્માને જોઇને પ્રેમ આવી ગયો, પ્રાઉડ ઑફ યૂ'.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર