સોનમ કપૂરના લગ્ન હાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે રવિવારે સાંજે સોનમ કપૂરે આનંદ આહુજાના નામની મહેંદી લગાવી હતી. જે તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. એક ખાસ વીડિયોમાં સોનમ પોતાના પતિને ગળે લગાવીને ખુબ જ જોરદાર ડાંસ કરે છે.
સોનમ અને આનંદ ફિલ્મ રેસ 2ના એક સોંગ લત લગ ગઈ પર નાચી રહ્યાં છે. મહેમાનો વચ્ચે બંને ડાંસ કરતા જોવા મળી રહ્યાં છે.
વીડિયોમાં આનંદ અને સોનમની ખુશી સાફ દેખાઈ રહી છે. સોનમના હાથમાં મહેંદી રચાયેલી છે. તે સોંગ સાંભળીને આનંદને ગળે લગાવે છે. આનંદ પણ સ્માઈલ આપી રહ્યો છે. આ સાથે જ સોનમ પોતાના મિત્રો સાથે ડાંસ કરતી મગ્ન કરતી જોવા મળી રહી છે.
સોનમ અને આનંદની સંગીત સેરેમની આજે રાત્રે થશે. 8 મેના રોજ સિખ પરંપરા અનુસાર સોનમ અને આનંદ લગ્નના બંધનમાં બંધાશે. જ્યારે 8 મેના રોજ ગ્રાંડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલિવૂડની ઘણી મહાન હસ્તીઓ પર સામેલ થશે.
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર