નવી દિલ્હી: સોનમ કપૂર આનંદ આહુજા સાથે 8 મેનાં રોજ લગ્ન કરી રહી છે. આનંદ દિલ્હીનો બિઝનેસમેન છે અને દેશનો સૌથી મોટો એક્સપોર્ટ હાઉસ શાહી એક્સપોર્ટનો માલિક હરિશ આહુજાનો પૌત્ર છે. હાલમાં આનંદ શાહી એક્સપોર્ટ મેનેજિંગ ડિરેક્ટર છે. તે સોનમ કપૂર બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ એક્ટ્રસ અને અનિલ કપૂરની મોટી દીકરી છે. વર્ષ 2017માં તેની ફિલ્મ નીરજા માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ત્યારે આ જોડીનાં એવા ગૂણ વિશે વાત કરીએ જે બંને વચ્ચે કોમન છે.
સોનમનાં પતિ પાસે 173 કરોડનો બંગલો છે અને તે પણ દિલ્હીનાં સૌથી પોશ એરિયામાં
- આનંદ આહુજાનું ફેશન બ્રાન્ડ છે BHANE. તો સોનમ કપૂરે પણ તેની બહેન સાથે મળીને લેબલ Rhesonની શરૂઆત કરી છે. -આનંદ આહુજા તેનાં ઘરનો મોટો દીકર છે અને સોનમ તેનાં ઘરની મોટી દીકરી છે. -સોનમ કપૂરને પણ કૂલ કેઝ્યુઅલ લૂક પસંદ છે. તેમ આનંદ પણ હમેશાં કેઝ્યુઅલ લૂકમાં નજર આવે છે. આનંદ આહુજા અને સોનમ કપૂર બંનેનો ફેવરેઇટ કલર બ્લેક એન્ડ વ્હાઇટ છે. તેનો પુરાવો તમને તેમનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની ફિડ પરથી મળી જશે. -સોનમ કપૂર અને આનંદ આહુજા બને જાણીતા પરિવારમાંથી આવે છે. પણ બંનેએ તેમનાં દમ પર અલગ ઓળખ મેળવી છે. સોનમે જ્યાં તેની એક્ટિંગથી નેશનલ એવોર્ડ જીત્યો ત્યાંઆનંદે શાહી એક્સપોર્ટમાં GAP, TOMMY, BHANE અને Veg Non-Vegજેવાં બ્રાન્ડ્સની શરૂઆત કરી છે -સોનમ અને આંદ બંનેને ટ્રાવેલનો ભારે શોખ છે. અને બંને લંડન અને પેરિસમાં ટ્રાવેલ સમયનાં ઘણાં ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર