સફેદ સાડીમાં સજી ધજીને સોનાલી ફોગાટ પહોંચી સમુંદર કિનારે, પછી સેન્ડલ હાથમાં લઇ બિચ પર દોડી, VIDEO VIRAL

સફેદ સાડીમાં સજી ધજીને સોનાલી ફોગાટ પહોંચી સમુંદર કિનારે, પછી સેન્ડલ હાથમાં લઇ બિચ પર દોડી, VIDEO VIRAL
(photo credit: instagram/@sonali_phogat_official)

વીડિયોમાં સોનાલી ફોગાટ (Sonali Phogat) સફેદ સાડીમાં સમુંદર કિનારે દોડતી નજર આવી રહી છે. બેકગ્રાઉન્ડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની 'બાજીરાવ મસ્તાની 'ની 'દીવાની-મસ્તાની' સોન્ગ સંભળાઇ રહ્યું છે. સોનાલીનો આ વીડિયો તેનાં ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભાજપ લિડર સોનાલી ફોગાટ (Sonali Phogat) ગત થોડા દિવસોથી ચર્ચામાં છે તે થોડા સમય પહેલાં બિગ બોસ 14 (Bigg Boss 14) માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી આવી હતી. શો દરમિયાન સોનાલી ફોગાટનો (Sonali Phogat Viral Video)નો અંદાજ ખુબજ ચર્ચામાં છે. જોકે આ પહેલાં પણ સોનાલી ફોગાટ (Sonali Phogat Bigg Boss) સતત ચર્ચામાં હતી. ગત દિવસોમાં તેનાં ઘરે ચોરી થઇ હતી હવે તેનો આ દરિયા કિનારાવાળા વીડિયોને કારણે તે ચર્ચામાં છે. આ વીડિયોમાં તેનો અલગ જ અંદાજ નજર આવી રહ્યો છે.

  વીડિયોમાં સોનાલી ફોગાટ સફેદ રંગની સાડીમાં દરિયા કિનારે દોડ લગાવતી નજર આવી રહી છે. બેકગ્રાઉન્ડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની 'બાજીરાવ મસ્તાની 'ની 'દીવાની-મસ્તાની' સોન્ગ સંભળાઇ રહ્યું છે. સોનાલીનો આ વીડિયો તેનાં ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યો છે.

  આપને જણાવી દઇએ કે, સોનાલી ફોગાટ બિગ બોસનાં ઘરની અંદર વધુ સમય ન હતી. પણ જતા જતા અલી ગોની સાથે તેની કેમેસ્ટ્રી ચર્ચામાં હતી. બિગ બોસ હાઉસમાં સોનાલી ફોગાટે અલી ગોની માટે તેનાં પ્રેમનો ઇઝહાર કર્યો હતો. હવે સોનાલી ફોગાટ તેની લાઇફ એન્જોય કરી રહી છે. તેણે મુંબઇ શિફ્ટ થવાનો નિર્ણય કર્યો છે. સોનાલી ફરી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાંનો પ્રાયસ કરી રહી છે.
  Published by:Margi Pandya
  First published:March 07, 2021, 11:56 am

  ટૉપ ન્યૂઝ