મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે બહેલને ' હાઇ ગ્રેડ કેન્સર' થયુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સોનાલી બેન્દ્રેએ તેનાં ટ્વિટર પેજ પર આ વિશે માહિતી જાહેર કરતો મેસેજ લખ્યો છે. આપને જણાવી દઇએ કે 1 જાન્યુઆરી, 1975નાં રોજ જન્મેલી સોનાલી માત્ર 43 વર્ષની છે. તેણે વર્ષ 2002માં ગોલ્ડી બહેલ સાથે લગ્ન કર્યા હતાં. અને હાલમાં તે એક દીકરાની માતા છે.
સોનાલીએ ટ્વિટર પર એક ભાવૂક પોસ્ટ મુકી છે જેમાં તેણે લખ્યુ છે કે, '' ક્યારેક -ક્યારકે જ્યારે આપ જીવનથી કોઇ જ આશા રાખતા નથી ત્યારે જીવન આપને એક કર્વબોલની જેમ ફેંકી દે છે. મને હાલમાં જ માલૂમ થયુ છે કે મને 'હાઇગ્રેડ કેન્સર' છે.'
— Sonali Bendre Behl (@iamsonalibendre) July 4, 2018
વધુમાં સોનાલીએ લખ્યુ કે, ''અમને આ પહેલાં સ્પષ્ટ રીતે તે ક્યારેય પકડાયું ન હતું. એક અજીબ દર્દની ફરિયાદ બાદ કેટલાંક ટેસ્ટમાં કેન્સર થયુ હોવાનો ખુલાસો થયો છે. મારા પરિવાર અને કરીબનાં મિત્રો મારી સાથે છે. જે મને બેસ્ટ સપોર્ટ આપી રહ્યાં છે. હું મારા મિત્રો અને પરિવારની આભારી છું. તેનાંથી લડવા માટે પરિવારનાં સપોર્ટથી ઉત્તમ કંઇજ નથી. હાલમાં ડોક્ટર્સની સલાહ બાદ ન્યૂયોર્કમાં ઇળાજની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અમારે આશાવાદી રહેવાનું છે અને હું દરેક ડગલે લડવા તૈયાર છું. હું આ જંગથી લડીને બતાવીશ. કારણ કે મારી સાથે મિત્રો અને પરિવારની તાકાત છે.''
સોનાલી બેન્દ્રે પહેલાં બોલિવૂડ એક્ટર ઇરફાન ખાન અંગે પણ ખાબ સમાચાર આવ્યા હતાં તેમને બ્રેઇનની બીમારી છે. હાલમાં તે લંડનમાં ઇલાજ કરાવી રહ્યાં છે. ઘણી એવી સેલિબ્રિટીઝ છે જે કેન્સરની જંગ સામે લડીને આજે બહાર આવી ગયા છે. જેમાં મનીષા કોઇરાલા અને યુવરાજ સિંઘ છે. કસોનાલીનાં ચાહકો અને તમામ લોકો ઇચ્છશે કે તેમની પસંદીદા એક્ટ્રેસ પણ કેન્સરની જંગમાંથી ઉગરી આવે.
-મુંબઇમાં જન્મેલી સોનાલી બેન્દ્રેએ બોલિવૂડમાં વર્ષ 1994માં 'આગ' ફિલ્મથી એન્ટ્રી કરી હતી. -તેનાં આખા કરિયરમાં એકથી એક શ્રેષ્ઠ ફિલ્મ આપી છે. -આમિર ખાન સાથેની 'સરફરોશ' ફિલ્મ માટે સોનાલીને IIFA એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. -ન ફક્ત ફિલ્મો પણ એડ વર્લ્ડમાં પણ સોનાલીનું મોટુ નામ છે. તેણે નિરમા વોશિંગ પાવડરની એડથી ઘર ઘરમાં ઓળખ મળી. -તેણે 12 નવેમ્બર 2002નાં રોજ ડિરેક્ટર ગોલ્ડી બહેલ સાથે લગ્ન કર્યા. -11 ઓગષ્ટ 2005નાં રોજ દીકરા રણવીરને જન્મ આપ્યો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર