સોનાલી બેન્દ્રેએ શેર કરી કેન્સર પહેલા અને પછીની તસવીર, કહીં મોટી વાત

સોનાલી બેન્દ્રેએ હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે

સોનાલી બેન્દ્રેએ હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: કેન્સરને માત આપીને ફાઇટર તરીકે તેને ઓળખ કેળવી લીધી છે. એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે તે અસહનીય દર્દને ભૂલી નથી. તેમ છતાં તે સતત ફરી પોતાની જાતને સ્થાપવા પ્રયત્ન કરી રહી છે. હાલમાં જ તેણે તેનાં ફેન્સની સાથે સોશિયલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટની સાથે જ તેણે બીમારી દરમિયાન તેનો સપોર્ટ કરવાં અને તેની હિંમત વધારવા માટે તેણે સૌ કોઇનો આભાર માન્યો હતો. તેણે તેની એક મોનોક્રોમ તસવીર શેર કરી છે. જેમાં તે કેન્સરની પહેલાં અને પછીની સોનાલીની તસવીરો જોવા મળે છે. સોનાલીની કેન્સર સાથેની જંગ અને જર્ની તેનાં ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે.

  આ પણ વાંચો-'દબંગ 3'ના એક્ટરને આવ્યો હાર્ટ એટેક, સલમાન ખાને કરી મદદ

  ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરતાં સોનાલીએ લખ્યું છે કે, 'પોતાનાં દર્દ દ્વારા મજબૂત રહો, તેનાંથી ફૂલ ઉગાડો. આપે મને આ ફૂલ ઉગાડવા મારી મદદ કરી છે. આપપણ ખુબસુરતીથી ખિલો.. ઝડપથી.. કોમળતાથી ખિલો.. જેમ પણ હોય બસ એક ફૂલની જેમ ખીલો.' આ પોસ્ટમાં તેમને તેમની એક દોસ્તને પણ ટેગ કરી છે. તેણે આગળ લખ્યું છે કે, 'રૂપી કૌર એક વર્ષ થઇ ગયુ છે. હું જણાવી નથી શકતી કે આપ સૌ મારા માટે કેટલાં મહત્વપૂર્ણ છો.' થેન્ક્યૂ મને આમાંથી બહાર કાઢવા માટે અને મારી મદદ કરવા માટે.'  આપને જણાવી દઇએ કે વર્ષ 2018માં બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ જણાવ્યું કે તે હાઇ ગ્રેડ કેન્સર જેવી બીમારીથી ઝઝુમી રહી છે. જેનાં ઇળાજ માટે સોનાલી લાંબા સમય સુધીન્યૂયોર્કમાં રહી. આ દરમિાયન સોનાલી સોશિયલ મીડિયા દ્વારા તેનાં મિત્રો અને ફેન્સ સાથે જોડાયેલી હતી. સોનાલી તેની બીમારીનું ઇલાજ કરાવીને ન્યૂયોર્કથી જેવી પરત ફરી તેણે લોકોને કેન્સર પ્રત્યે જાગૃત કરવાની નેમ ઉપાડી લીધી છે.

  આ પણ વાંચો-રિતિક રોશન પર છેતરપિંડીનો કેસ, જિમ યૂઝરે લગાવ્યો વાયદો પૂર્ણ ન કરવાનો આરોપ  થોડા સમય પહેલાં સોનાલીએ પાંચમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ CAHACON 2019 માં ગઇ હતી. આ કોન્ફરન્સમાં તેણે કેન્સરમાં ઇલાજ દરમિયાન તેની અસહનીય પિડા પર વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, કેન્સર ઝડપથી ડિટેક્ટ થવું જરૂરી છે. કેન્સર એટલું ભયાનક નથી જેટલું તેનો ઇલાજ ભયાનક અને દર્દનાક છે. જો પહેલાં માલૂમ થતું તો કેન્સરનાં ઇલાજમાં ખર્ચો ઓછો થતો અને દર્દ પણ ઓછું થતું.

  આ પણ વાંચો-મયુર ચૌહાણની 'મચ્છુ'નું ટિઝર રિલીઝ, હૃદય દ્રાવક છે VIDEO
  Published by:Margi Pandya
  First published: