ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેંદ્રે કેન્સર સામે જંગ લડી રહી છે. આવામાં સોનાલી બેંદ્રેના ફેન્સ માટે એક સમાચાર સામે આવ્યા છે. સોનાલી બેંદ્રે ટૂંક સમયમાં જ પડદા પર વાપસી કરવાની છે.
સોનાલી બેંદ્રે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી હતી. સોનાલીએ તેની એક તસવીર શેર કરતાં એક ઇમોશનલ મેસેજ લખ્યો છે. તેણે લખ્યું છે કે, લાંબા સમય બાદ સેટ પર આવવાની ફિલિંગ બહુ જ અલગ છે. આ બધી વસ્તુ બાદ મને લાગે છે કે એક્શનમાં આવવું ઘણું મહત્વપૂર્ણ છે. સેટ પર ફરી પાછા ફરવું અને કેમેરાની સામે આવીને કેવું લાગી રહ્યું છે? તે શબ્દોમાં કહેવું મુશ્કેલ છે. મારું મન છેલ્લા ઘણા સમયથી બહુ ઉદાસ હતું. પરંતુ કામ પર પરત ફરીને બહુ સારું લાગી રહ્યું છે. આ એ દિવસોમાંથી છે, જે મને સૌથી વધુ ખુશી મહેસુસ કરાવે છે.