સલીમ ખાનના પરિવારની વહુ બનશે સોનાક્ષી સિન્હા! આ સભ્ય સાથે કરશે લગ્ન?

સલમાન ખાન સોનાક્ષી સિન્હા

ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સોનાક્ષી સિંહા સલમાન ખાન (Salman Khan)ના પરિવારના સભ્યની ખૂબ નજીક છે અને રિલેશનશિપમાં છે.

 • Share this:
  બોલિવૂડમાં આ દિવસોમાં સેલેબ્સ (bollywood celebrities) લગ્ન કરી રહ્યા છે. તાજેતરમાં રાજકુમાર રાવ-પત્રલેખા (rajkumar rao patralekha) અને અનુષ્કા રંજન-આદિત્ય સીલ (anushka ranjan aditya seal)ના લગ્ન થયા. વિકી કૌશલ-કેટરિના કૈફ (vicky kaushal and katrina kaif wedding) ના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે અને આવતા અઠવાડિયે લગ્ન થવાના છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન (alia bhatt ranbir kapoor wedding)ની ચર્ચા પણ જોરમાં છે. લગ્નની આ યાદીમાં વધુ એક મોટી અભિનેત્રીનું નામ જોડાયું છે. આ અભિનેત્રીનું નામ છે સોનાક્ષી સિંહા (sonakshi sinha). સોનાક્ષી પીઢ અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહા (shatrughan sinha)ની પુત્રી છે.

  ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સોનાક્ષી સિંહા સલમાન ખાન (Salman Khan)ના પરિવારના સભ્યની ખૂબ નજીક છે અને રિલેશનશિપમાં છે. સલમાનના પરિવારના આ સભ્યનું નામ બંટી સચદેવા (bunty sachdeva) છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષી બંટી સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહી છે. બંટી સલમાનના નાના ભાઈ સોહેલ ખાનનો સાળો છે. સોનાક્ષી અને બંટીની ખૂબ સારી મિત્રતા છે. બંને ઘણીવાર પાર્ટીઓમાં સાથે જોવા મળે છે.

  બોલિવૂડ બબલને આપેલા ઈન્ટરવ્યુમાં સોનાક્ષી સિન્હાએ કહ્યું હતું કે જ્યારે તે સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેને પ્રેમ થઈ ગયો હતો. પરંતુ ગ્રેજ્યુએશન પૂરું થતાં જ તેમનું બ્રેકઅપ થઈ ગયું. તે કહે છે કે, તેણે આ સંબંધને ખૂબ જ ગંભીરતાથી લીધો હતો જે 5 વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો હતો. જોકે, સોનાક્ષીએ છોકરાનું નામ જાહેર કર્યું નથી. હજુ પણ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે છોકરો બીજું કોઈ નહીં પણ બંટી સચદેવા છે.

  સોનાક્ષી સિન્હા અને બંટી સચદેવા વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે. બંને ઘણીવાર પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. સોનાક્ષીએ એક ઈન્ટરવ્યુમાં બંટીના ખૂબ વખાણ કર્યા હતા અને તેને સેલ્ફ મેડ મેન કહ્યો હતો. તેણે કહ્યું કે બંટી હજુ પણ તેના બેચલરહુડનો આનંદ માણવા માંગે છે. સોનાક્ષી સલમાન ખાન અને તેના પરિવારની ખૂબ જ નજીક છે. સલમાનના પિતા સલીમ ખાન અને શત્રુઘ્ન સિંહા પણ ઘણા સારા મિત્રો છે. સલમાન શત્રુઘ્નનું ઘણું સન્માન કરે છે.

  આ પણ વાંચોવિકી કૌશલ-કેટરિના કૈફના લગ્નમાં NO મોબાઈલ ફોન, સિક્યોરિટી ટીમ રાખશે નજર, કેમ બનાવ્યો આ નિયમ?

  તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હાએ સલમાન ખાન સ્ટારર દબંગ 3 થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી, તે દબંગ ફ્રેન્ચાઇઝીની તમામ ફિલ્મોમાં સલમાન ખાન સાથે જોવા મળી છે.
  Published by:kiran mehta
  First published: