Home /News /entertainment /

શત્રુઘ્ન સિન્હા માટે દીકરી સોનાક્ષીએ માંગ્યા વોટ, લોકોનો હતો આવો રિસપોન્સ

શત્રુઘ્ન સિન્હા માટે દીકરી સોનાક્ષીએ માંગ્યા વોટ, લોકોનો હતો આવો રિસપોન્સ

સોનાક્ષીની પિતાને જીતાડવાની અપીલ પર ટ્વિટર પર લોકોનાં મિક્સ રિસ્પોન્સ આવ્યા છે

સોનાક્ષીની પિતાને જીતાડવાની અપીલ પર ટ્વિટર પર લોકોનાં મિક્સ રિસ્પોન્સ આવ્યા છે

    ન્યૂઝ 18 ગુજરાતી: પટના સાહિબથી કોંગ્રેસ ઉમેદવાર શત્રુઘ્ન સિન્હીની દીકરી બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા તેનાં પિતા માટે લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. આજે અંતિમ તબક્કાનું મતદાન છે આ માટે સોનાક્ષીએ લોકોને આગ્રહ કર્યો હતો કે તે શત્રુઘ્ન સિન્હાને ફરી એક વખત સંસદ સુધી પહોંચાડે.

    સોનાક્ષીએ ટ્વિટ કરી કે, 'બિહાર.. આપે આપનાં બિહારી બાબૂ શત્રુઘ્ન સિન્હાને વોટ આપવાનો સમય આવી ગયો છે. EVM પર હતાથનાં નિશાન વાળું 2 નંબરનું બટન દબાવો.'



    જોકે સોનાક્ષીની આ ટ્વિટ પર લોકોનાં મિક્સ રિસ્પોન્સ આવ્યા છે. કેટલાંક લોકોનું કહેવું છે કે, વોટ કરીશું તો કેટલાંકે કહ્યું કે, આ વખતે કોઇ ચાન્સ નથી. એક યૂઝર્સે કહ્યું કે, તમારી અપીલથી કોઇ ફરક પડવાનો નથી. લોકોએ તેમને હરાવવાનું મન બનાવી લીધુ છે. તો એક યૂઝરે લખ્યુ છે કે, તે નંબર 2 પર જ રહેશે. ચિંતા ન કરો.

    આપને જણાવી દઇએ કે, લોકસભા ચૂંટણીનાં સાતમાં અને અંતિમ તબક્કા માટે આજે મતદાન થઇ રહ્યું છે આઠ રાજ્યોની 59 બેઠક પર વોટિંગ થઇ રહ્યું છે. સાતમાં ચરણાં બિહારની આઠ સીટ પર મતદાન થયું. તો શત્રુઘ્ન સિન્હા પટણા સાહેબથી કોંગ્રેસનાં ઉમેદવાર છે. આ પહેલાં બે વખત તે આ સીટ પરથી જ જીતી ગયા છે. તે સમયે તેઓ ભાજપમાં હતાં. હાલમાં તેમણે ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. કેન્દ્રીય મંત્રી અને વરિષ્ટ નેતા રવિશંકર પ્રસાદ આ વખતે પટણા સાહિબથી ભાજપનાં ઉમેદવાર છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Lok sabha election 2019, Shatrughan Sinha, Sonakshi Sinha, Urges, Vote for her father, Voters

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन