સોનાક્ષી સિન્હા સેક્સ ઉપર વાત કરશે, ટ્વિટર ઉપર શેર કર્યો નંબર

અભિનેત્રી સોનાક્ષી સિન્હાની તસવીર

ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પોતાની આવનારી ફિલ્મ ખાનદાની શફાખાનામાં એક સેક્સ ક્લિનિક ચલાવવાની કોશિશ કરી રહી છે.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પોતાની આવનારી ફિલ્મ ખાનદાની શફાખાનામાં એક સેક્સ ક્લિનિક ચલાવવાની કોશિશ કરી રહી છે. 2 ઓગસ્ટે રિલિઝ થનારી આ ફિલ્મના પ્રમોશનમાં એટલી મગ્ન છે કે ટ્વિટર ઉપર તેણે પોતાનું નામ બેબી બેદી કરી દીધું છે. આ ઉપરાંત સેક્સ અંગે ચુપ ન રહીને બોલવા માટે સોનાક્ષીએ લોકોને અપીલ કરી છે.

  સોનાક્ષીએ લખ્યું છે કે, હવે ચુપ ના રહો, હવે વાત કરો, વધારે જાણકારી માટે +91 7069588444 નંબર ઉપર મિસ કોલ કરો. સોનાક્ષીએ ટ્વીટ 24 જુલાઇની રાત્રે કર્યું હતું. જોકે, અત્યારે આ ઇન્ટરનેટ ઉપર છવાઇ ગઇ છે.

  અત્યારે સોનાક્ષી પોતાની ફિલ્મ પ્રમોશન દરમિયાન ન્યૂઝ18 સાથે વાત કરી હતી. વાતચીત માં તેમણે પોતાના કરિયરને લઇને વાત કરી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દસ વર્ષ પૂરા કરી ચુકેલી સોનાક્ષી સિન્હાએ કહ્યું હતું કે, હું છેલ્લા દસ વર્ષમાં કોઇપણ રેસમાં ન્હોતી. મેં ક્યારે કોઇ સાથે સ્પર્ધા કરી નથી. મેં છેલ્લા દસ વર્ષોમાં ખુબ જ કામ કર્યું છે. દરે ફિલ્મને લઇને મે મારો ઉત્સાહ આજે પણ જાળવી રાખ્યો છે જેવો ઉત્સાહ પહેલી ફિલ્મ દરમિયાન હતો. હું આજે પહેલાથી વધારે વ્યસ્ત છું.  જ્યારે કરિયરમાં હિટ અને ફ્લોપ અંગે ઉતાર ચઢાવ અંગે પ્રશ્ન પૂછતા સોનાક્ષીએ કહ્યું હતું કે, મારી ફિલ્મો ક્યારે બોક્સ ઓફિસ ઉપર ફ્લોપ નથી થઇ. જોકે, કેટલીકવાર બોક્સ ઓફિસ ઉપર આંકડાઓ જરૂર ઓછા રહ્યા છે. પરંતુ ફિલ્ના ખર્ચની જેમ જ દરેક ફિલ્મ બિઝનેસ કર્યો છે. જોકે, આવી સ્થિતિમાં લોકો કહે છે કે નૂર, અકિરા,તેવર, એક્સન જેક્સન અથવા લુટેરા ફ્લોપ થઇ રહી છે. જોકે મારા માટે તો એકપણ ફિલ્મ ફ્લોપ નથી રહી. હું પોતાની જાતને અસફલ નથી માનતી. કારણ કે મને નિષ્ફળતા ક્યારે મળી નથી.
  Published by:ankit patel
  First published: