Home /News /entertainment /Nepotism પર બોલી સોનાક્ષી સિન્હા- ‘સ્ટાર કિડ્ઝ પણ ફિલ્મો ગુમાવે છે, બસ તેઓ કોઈ પાસે રડવા નથી જતાં’
Nepotism પર બોલી સોનાક્ષી સિન્હા- ‘સ્ટાર કિડ્ઝ પણ ફિલ્મો ગુમાવે છે, બસ તેઓ કોઈ પાસે રડવા નથી જતાં’
Nepotism પર બોલી સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘સ્ટાર કિડ્ઝના પણ કેટલાંય ફિલ્મ પ્રોજેક્ટ હાથમાંથી નીકળી જાય છે. એવું નથી કે કોઈ સ્ટાર કિડને અન્ય વ્યક્તિને કારણે કોઈ પ્રોજેક્ટમાંથી કાઢવામાં ન આવ્યો હોય.’
સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) બોલ્ડ અને બિન્દાસ્ત અભિનેત્રી છે. તે પોતાની બેબાકી માટે જાણીતી છે. છેલ્લા ઘણાં સમયથી બોલિવુડમાં નેપોટીઝમ (Nepotism) એટલે કે સગાવાદની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્ટાર કિડ્ઝ અને આઉટસાઈડર વચ્ચે ડિબેટ થઈ રહી છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ પણ નેપોટીઝમને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. દરેક કલાકારને કોઇપણ ઇન્ટરવ્યૂમાં આ અંગે અચૂક પૂછવામાં આવે છે. સામાન્ય બની ગયેલી આ ચર્ચા પર હવે સોનાક્ષી સિન્હાએ પોતાનો મત આપ્યો છે. સોનાક્ષીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર કિડ્ઝ પર સતત ઉઠતાં સવાલોનો જવાબ આપ્યો છે અને આઉટસાઈડર પર નિશાનો સાધ્યો છે.
સોનાક્ષી સિન્હાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘સ્ટાર કિડ્ઝના પણ કેટલાંય ફિલ્મ પ્રોજેક્ટ હાથમાંથી નીકળી જાય છે. એવું નથી કે કોઈ સ્ટાર કિડને અન્ય વ્યક્તિને કારણે કોઈ પ્રોજેક્ટમાંથી કાઢવામાં ન આવ્યો હોય.’ સોનાક્ષીએ આ વાતનો સ્વીકાર કર્યો કે, તેણે પણ ઘણી વખત ફિલ્મ પ્રોજેક્ટ્સ ગુમાવ્યા છે અને આ જોબનો ભાગ છે જેને સ્વીકાર્યે જ છૂટકો છે.
આવું દરેક વ્યક્તિ સાથે થાય છે સોનાક્ષીના મતે આ રીતે સ્ટાર કિડ્ઝ અંગે દલીલો કરવી વ્યર્થ છે કેમકે તેમની સાથે પણ એવું થાય છે. બસ તેઓ કોઈ પાસે રડવા નથી જતાં. આવું દરેક સાથે થાય છે. તેનો સામનો કરતાં આવડવું જોઈએ અને આ જ જીવન છે. દૂધ ઢોળાઈ ગયા પછી એની વાત કરવાનો કોઈ અર્થ નથી.
પિતાએ પણ કેટલાંય પ્રોજેક્ટ્સ ગુમાવ્યા સોનાક્ષીએ પોતાના પિતા શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha)ને લઈને કહ્યું કે, ‘મારી વાત ભૂલી જાઓ. મારા પિતા, જે સ્ટાર કિડ ન હતા, તેમણે પણ ઘણી ફિલ્મો ગુમાવી છે. આવું દરેક સાથે થાય છે. આ કામનો ભાગ છે. તમે એને ભૂલીને આગળ વધો છો અને મહેનત કરો છો.’.
ડિજિટલ ડેબ્યુ કરશે સોનાક્ષી સિન્હા સોનાક્ષીએ 2010માં સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ ‘દબંગ’ (Dabangg)થી બોલિવુડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ બની હતી. ત્યારબાદ તે ‘રાઉડી રાઠોડ’, ‘લૂટેરા’, ‘આર રાજકુમાર’, ‘ફોર્સ 2’ અને ‘ઇત્તેફાક’ જેવી ફિલ્મોમાં જોવા મળી. છેલ્લે તે ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’માં જોવા મળી છે. હવે તે રીમા કાગતીની વેબ સિરીઝ ‘ફોલન’થી ડિજિટલ ડેબ્યુ કરવાની છે.