'દબંગ 3'નાં સેટ પર હતો સેલફોન પર પ્રતિબંધ, છતા સોનાક્ષીની તસવીર થઇ લિક

News18 Gujarati
Updated: August 20, 2019, 2:20 PM IST
'દબંગ 3'નાં સેટ પર હતો સેલફોન પર પ્રતિબંધ, છતા સોનાક્ષીની તસવીર થઇ લિક
'દબંગ 3'માં સલમાન અને સોનાક્ષીનાં લૂકમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી

'દબંગ 3'માં સલમાન અને સોનાક્ષીનાં લૂકમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સલમાન ખાનની ફિલ્મ 'દબંગ-3'નું શૂટિંગ હાલમાં રાજસ્થાનમાં ચાલી રહ્યું છે. સેટ પર પ્રાઇવસી જળવાઇ રહે તે માટે થોડા સમય પહેલાં જ સલમાન ખાને મોબાઇલ ફોન પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેથી લોકો સેટ પરની તસવીરો બહાર ન મોકલી શકે. છતાં પણ સેટ પરથી સોનાક્ષીની તસવીરો લીક થઇ ગઇ છે. સલમાન અને સોનાક્ષી સિન્હાની આ તસવીરો તેમનાં ઇન્સ્ટાગ્રામ ફેન ક્લબમાં ફરતી થઇ ગઇ છે. View this post on Instagram
 

. . Sonakshi and Salman filming a song from the film #dabnagg3 ✨ . @aslisona . . . سونا وسالو يصورون اغنيه من فيلم #دابانج3 ✨ . ياحلو الحلو . . . #سوناكشي #بوليوود #سوناكشي_سينها #aslisona #sonakshi #sonakshisinha #bollywood


A post shared by ❤︎ Rawan Sinha ®☔︎ ❤︎ (@aslisona_fans) on


'દબંગ-3'નાં સેટથી સામે આવેલી તસવીરોમાં સલમાનખાન બ્લેક કલરનાં શર્ટ-પેન્ટમાં નજર આવી રહ્યો છે. અને સોનાક્ષી સિન્હા સાડીમાં દેખાઇ રહી છે. તસવીરથી તે વાત સ્પષ્ટ છે કે, 'દબંગ 3'માં સલમાન અને સોનાક્ષીનાં લૂકમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ તસવીર જયપુરની છે જ્યાં સલમાન અને સોનાક્ષી વરસાદની વચ્ચે શૂટિંગ કરી રહ્યાં છે.


આપને જણાવી દઇએ કે, આ ફિલ્મમાં સલમાન ખાન એક નહીં બે એક્ટ્રેસ સાથે ઇશ્ક ફરમાવતો નજર આવશે. સોનાક્ષી પેહેલાં થી જ આ કાસ્ટમાં શામેલ હતી. જ્યારે નવાં કેરેક્ટર માટે મહેશ માંજરેકરની દીકરી સઇ માંજરેકરનો સંપર્ક સાધવામાં આવ્યો છે. આ ફિલ્મથમાં સઇ અને સલમાન વચ્ચે ખુબ પ્રેમ દર્શાવવામાં આવ્યો છે.
First published: August 20, 2019, 2:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading