સોનાક્ષી સિંહા લગ્ન બાદ સલમાન ખાનની સંબંધી બનવા જઈ રહી, જાણો સંપૂર્ણ વિગત

સોનાક્ષી સિંહા અને સલમાન ખાન

સોનાક્ષી સિન્હા (Shatrughan Sinha) ફરીથી સલમાન ખાન (salman khan)ની નજીક આવી રહી છે. પરંતુ આ વખતે નજીક આવવાનું કારણ ફિલ્મ નહીં પરંતુ સંબંધ છે. તમે સાચું જ સાંભળ્યું છે, હવે સોનાક્ષી સિંહા સલમાન ખાનની સંબંધી બનવા જઈ રહી

 • Share this:
  મુંબઈ : શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha)ની પુત્રી (Daughter) અભિનેત્રી (Actress) સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) એ અભિનેત્રીઓમાંની એક છે જે ભાગ્યે જ લાઇમલાઇટમાં રહે છે. તે પોતાની ફિલ્મો (Films)ના કારણે જ લાઇમલાઇટમાં આવવું પસંદ કરે છે. સોનાક્ષી સિન્હાનો જન્મ 2 જૂન 1987ના રોજ પટના (Patna)માં થયો હતો. સોનાક્ષીએ પોતાના કરિયર (Career)ની શરૂઆત વર્ષ 2010માં સલમાન ખાનની ફિલ્મ દબંગ (Dabang)થી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ (Super Hit) ફિલ્મ હતી.

  અભિનેત્રી સોનાક્ષી સિન્હા (Shatrughan Sinha) આજકાલ તેના લગ્નને લઈને ઘણી ચર્ચામાં છે. કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે હવે સોનાક્ષી સિંહા લગ્ન બાદ સલમાન ખાનની સંબંધી બની શકે છે. દબંગ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા સલમાન ખાન સાથે જોવા મળી હતી. દબંગની સફળતા સાથે સોનાક્ષી સિન્હા પણ બોલિવૂડમાં સફળ થઈ. છેવટે, શા માટે કેટલાક લોકો સોનાક્ષી સિંહા અને સલમાન ખાન વિશે ચર્ચા કરી રહ્યા છે. આની પાછળનું કારણ શું છે, તમામ વિગત અહીં જાણો.

  બોલિવૂડના ફેમસ એક્ટર સલમાન ખાને (Salman Khan) ઘણા લોકોને બોલિવૂડનો રસ્તો બતાવ્યો છે. જો અભિનેત્રીઓની વાત કરીએ તો તેમાં કેટરિના કૈફ, સોનાક્ષી સિંહા, જેકલીન ફર્નાન્ડીઝ સહિત અન્ય ઘણી અભિનેત્રીઓ સામેલ છે.

  જો સોનાક્ષી સિન્હાની વાત કરીએ તો દબંગ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા પહેલા સલમાન ખાનના પ્રિય મિત્ર ગોવિંદાની દીકરી નર્મદા ફિલ્મમાં કામ કરવા માંગતી હતી. પરંતુ ત્યાં સુધીમાં સલમાન ખાને શત્રુઘ્ન સિંહાને વચન આપ્યું હતું કે તે તેની પુત્રી સોનાક્ષી સિંહાને ફિલ્મમાં કાસ્ટ કરશે. આ જાણ્યા પછી જ ગોવિંદાએ સલમાન ખાન સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

  સોનાક્ષી સિન્હાએ દબંગની સાથે બીજી ઘણી હિટ ફિલ્મો કરી છે. પરંતુ આ પછી પણ હાલ સોનાક્ષી સિન્હા બેરોજગાર છે. આ જ કારણ છે કે તે ફરીથી સલમાન ખાનની નજીક આવી રહી છે. પરંતુ આ વખતે નજીક આવવાનું કારણ ફિલ્મ નહીં પરંતુ સંબંધ છે. તમે સાચું જ સાંભળ્યું છે, હવે સોનાક્ષી સિંહા સલમાન ખાનની સંબંધી બનવા જઈ રહી છે. હવે તમે વિચારતા જ હશો કે સોનાક્ષી સિન્હા સલમાન ખાનની સંબંધી કેવી રીતે બની શકે. કારણ કે સલમાન ખાનના ઘરમાં બધાના લગ્ન થઈ ગયા છે પરંતુ માત્ર સલમાન ખાન જ બેચલર છે.

  ખરેખર, સોનાક્ષી સિન્હા જેને ડેટ કરી રહી છે તેનું નામ બંટી સચદેવા છે. બંટી સચદેવા સંબંધોમાં સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનના સાળા છે. જો સોનાક્ષી સિન્હા બંટી સચદેવા સાથે લગ્ન કરશે તો સોનાક્ષી સિન્હા સીધી સલમાન ખાનના ઘરે આવશે.

  આ પણ વાંચોBig Accident: દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના ચાર સંબંધી સહિત 6ના Road Accidentમાં મોત

  આ જ કારણ છે કે હવે સોનાક્ષી સલમાનની સંબંધી બની શકે છે. બાય ધ વે, સોનાક્ષી અને બંટી લગ્ન કરશે કે નહીં તે અંગે કંઈ સ્પષ્ટ નથી. કારણ કે આ સંબંધ બંને પરિવારોને સ્વીકાર્ય છે. પરંતુ બંનેએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.
  Published by:kiran mehta
  First published: