Home /News /entertainment /Sonakshi Sinhaએ કરી સગાઇ! અભિનેત્રીએ મિસ્ટ્રી મેન સાથે વીંટી બતાવતો ફોટો શેર કર્યો
Sonakshi Sinhaએ કરી સગાઇ! અભિનેત્રીએ મિસ્ટ્રી મેન સાથે વીંટી બતાવતો ફોટો શેર કર્યો
સોનાક્ષી સિંહાએ સગાઇ કરી?
સોનાક્ષી સિન્હાની (Sonakshi Sinha) લેટેસ્ટ તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. તેના હાથમાં વીંટી ફ્લોન્ટ કરતા, સોનાક્ષી એક મિસ્ટ્રી મેનનો (Sonakshi Sinha poses with mystery man) હાથ પકડેલી જોવા મળે છે.
બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાની (Sonakshi Sinha) લેટેસ્ટ તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. સોનાક્ષીએ જે રીતે આ તસવીરો શેર કરી છે અને તેણે જે કેપ્શન આપ્યું છે તેનાથી પણ હંગામો મચી ગયો છે. પોતાના હાથમાં વીંટી ફ્લોન્ટ કરતા, સોનાક્ષીને એક મિસ્ટ્રી મેનનો (Sonakshi Sinha poses with mystery man) હાથ પકડેલી જોવા મળે છે. સાથે જ સોનાક્ષીએ લખ્યું છે કે, 'જે મોટા દિવસની હું રાહ જોઈ રહી હતી' તે આવી ગયો છે. હવે આવી સ્થિતિમાં ચાહકોમાં આ તસવીર જોઈને તેમની સગાઈની અફવા ઉડી છે. જો કે અમે હજુ પણ સોનાક્ષીના કન્ફર્મ સમાચારની રાહ જોઈ રહ્યા છીએ, ઘણા લોકોએ અભિનેત્રીને અભિનંદન પણ પાઠવ્યા છે.
કેપ્શનમાં સગાઇની હીન્ટ આપી
સોનાક્ષીએ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાના હાથની વીંટી બતાવતી જોવા મળી રહી છે. આ તસવીરોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે કે, 'મારા માટે આ એક મોટો દિવસ છે. મારું એક સૌથી મોટું સપનું સાકાર થવાનું છે… અને હું તેને તમારી સાથે શેર કરવા માટે રાહ જોઈ શકતી નથી. વિચાર્યું ન હતું કે તે આટલું સરળ હશે.
જો કે, સોશિયલ મીડિયાના યુગમાં, ઘણી વખત એવું બન્યું છે કે જ્યારે સ્ટાર્સ તેમના કોઈપણ ગીત, વ્યવસાય અથવા ફિલ્મના પ્રમોશન માટે આવી રહસ્યમય પોસ્ટ્સ શેર કરતા હોય. તે સોનાક્ષીની પ્રમોશનલ એક્ટિવિટી પણ હોઈ શકે છે. તમને યાદ અપાવીએ કે તાજેતરમાં જ દેવોલીનાએ અભિનેતા વિશાલ સિંહ સાથે તેની સગાઈની તસવીર પણ શેર કરી હતી અને બાદમાં જણાવ્યું હતું કે આ તેના નવા ગીતની થીમ છે.
હાલમાં બોલીવૂડમાં જાણો લગ્નની સિઝન આવી ગઇ હોય તેવું લાગી રહ્યુ છે પહેલા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન થયા અને હવે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની ચર્ચા થઇ રહી છે તેવામાં હવે સોનાક્ષીએ આ તસવીર શેર કરીને ચર્ચાઓને વેગ આપી છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર