ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા આજકાલ તેની અદાઓથી ફેન્સને દિવાના કરી રહી છે. સોનાક્ષીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં સોનાક્ષીના જબરદસ્ત ડાન્સ મૂવ્સ જોવા મળી રહ્યાં છે.
આ વીડિયો સોનાક્ષીએ પોતે તેના સોશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે. જ્યાં તે આ વીડિયોમાં એક ઇંગ્લિશ સોંગ પર ડાન્સ કરતી જોવા મળે છે. આ સ્લો મોશન વીડિયોમાં ડાન્સ કરતી સોનાક્ષી હોટ લાગી રહી છે. આ વીડિયો હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ 'ટોટલ ધમાલ'ના ગીત 'મુંગડા'ની શૂટિંગ વખતનો છે. આ વીડિયો સોનાક્ષીના ફેન્સને ખૂબ પસંદ પડ્યો છે.
આ પણ વાંચો: સલમાન ખાને શેર કર્યું 'નોટબુક'નું પહેલું ગીત
ફિલ્મની વાત કરીએ તો સોનાક્ષી સિંહા ટૂંક સમયમાં સલમાન ખાન સાથે 'દબંગ 3'નું શૂટિંગ શરૂ કરશે. ઉપરાંત તે આલિયા ભટ્ટ સાથે 'કલંક'માં પણ નજરે પડશે. આ વર્ષે સોનાક્ષીની કુલ ત્રણ ફિલ્મ્સ બોક્સ ઓફિસ પર રીલિઝ થશે.