તાજેતરમાં જ સોના મહાપાત્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શહેનાઝ વિશે કેટલાક ટ્વિટ કર્યા હતા અને તેની પ્રતિભા પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે ટ્વિટર પર શહનાઝને આટલું એટેંશન કેમ આપવામાં આવે છે? આ ઉપરાંત તે સાજિદ ખાનને સપોર્ટ કરવા બદલ હજુ પણ શહેનાઝથી નારાજ હોય તેવું લાગે છે.
ગાયિકા સોના મહાપાત્રા (Sona Mohapatra)નો બેધડક બોલવાનો અંદાજ જાણીતો છે. તે કોઈને કોઈ સેલિબ્રિટી વિશે વિવાદિત શબ્દો બોલીને ફસાઈ જાય છે. ત્યારે આ વખતે શહેનાઝ ગિલ તેના નિશાના પર છે.
તાજેતરમાં જ સોના મહાપાત્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શહેનાઝ વિશે કેટલાક ટ્વિટ કર્યા હતા અને તેની પ્રતિભા પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે ટ્વિટર પર શહનાઝને આટલું એટેંશન કેમ આપવામાં આવે છે? આ ઉપરાંત તે સાજિદ ખાનને સપોર્ટ કરવા બદલ હજુ પણ શહેનાઝથી નારાજ હોય તેવું લાગે છે.
હાલમાં જ શહેનાઝ ગિલે એક કાર્યક્રમમાં નમાજ દરમિયાન ગાવાનું બંધ કરી દીધું હતું. આ વાત ખૂબ જ વાયરલ થઇ હતી. આ દરમિયાન સોનાએ શહેનાઝ ગિલ પર કટાક્ષ કર્યો છે. તેણે કહ્યું ,કે આણે જ #metooના આરોપી સાજિદ ખાન (Sajid Khan)ને સપોર્ટ કર્યો હતો. સોનાના આ શબ્દો બાદ સિદનાઝ (SidNaaz Fans)ના ફેન્સે તેને જડબાતોડ જવાબ આપ્યો છે.
Dear trolls trying to stand up for yet another starlet like Jacqueline, I don’t know what Shehnaz’s particular talent is as of now, apart from low-brow reality tv fame.But I do know the modus operandi of women of convenience,shortcuts who bust the good fight for a role/money.♀️ https://t.co/tN2H6qvWLz
હાલમાં જ સોના મહાપાત્રાએ શહેનાઝ ગિલ પર નિશાન સાધ્યું હતું. તેણે પૂછ્યું હતું કે, #metooના આરોપી સાજિદ ખાનનું સમર્થન કરવા છતાં તે ટ્વિટરની ફેવરિટ કેમ છે? સોનાએ શહેનાઝના વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે અને તેને નિશાન બનાવી છે. આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે, અઝાનનો અવાજ આવતા શહેનાઝે ઇવેન્ટમાં ગાવાનું બંધ કરી દીધું હતું.
સોનાએ ટ્વિટ કરીને લખ્યું કે, ડિયર ટ્રોલ્સ જેકલીન જેવી બીજી એક્ટ્રેસ ઊભી થવાનો પ્રયાસ કરી રહી છે. મને ખબર નથી કે શહેનાઝનું ટેલેન્ટ શું છે? અત્યારે તો તે ટીવી રિયાલિટી શો સિવાય બીજું કશું જ નથી, પરંતુ હું શોર્ટકટ દ્વારા સારી કમાણી કરતી મહિલાઓની પદ્ધતિઓ જાણું છું.
શહેનાઝના ફેન્સે ટ્વિટર પર આડેહાથ લીધી
સોનાના આ ટ્વીટ બાદ શહેનાઝના ફેન્સે ટ્વિટર પર તેને આડેહાથ લીધી હતી. સિદનાઝના ફેન્સે તેને ઘણું બધું કહ્યું હતું. એક યુઝરે લખ્યું કે, 'મેડમ, ફૂટેજ જોઈતા હોય તો બોલો. ઘણી બધી આપીશું. પણ તમારા અંદરની ગંદકી કાઢીને ફૂટેજ ન લો. અન્ય એક યુઝરે લખ્યું, પોતાને લોકપ્રિય બનાવવા માટે શહેનાઝના નામનો ઉપયોગ ન કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર