#MeToo: અનુ મલિકની ઇન્ડિયન આઇડલમાં વાપસી, ભડકી સોના મોહપાત્રા

#MeToo: અનુ મલિકની ઇન્ડિયન આઇડલમાં વાપસી, ભડકી સોના મોહપાત્રા
સોના મોહપાત્રા અને અનુ મલિક

  • Share this:
    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: MeTooમાં ફસાયેલાં અનુ મલિકની રિયાલિટી શો ઇન્ડિયન આઇડલમાં વાપસી થઇ ઘઇ છે. અનુ મલિક પર મી ટૂ મૂવમેન્ટમાં 2 મહિલાઓએ શારીરિક છેડતીનો આરોપ લગાવ્યો હતો. તે સમયે અનુ મલિકને ઇન્ડિયન આઇડલની જજ પેનલમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. હવે ફરી એક વખત તે ઇન્ડિયન આઇડલની જજની ખુરશી પર નજર આવવાનો છે. મી ટૂ મૂવમેન્ટમાં બોલિવૂડ અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનાં ઘણાં સ્ટાર્સ પર સેક્સુઅલ હરેસમેન્ટનો આરોપ લાગ્યો હતો. મામલાની ગંભીરતાને જોતા ઇન્ડસ્ટ્રીમાં તે તમામ આરોપીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે હવે ધીમે ધીમે તમામની વાપસી થઇ રહી છે. તેમાં એક સિંગર કોમ્પોઝર અનુ મલિક છે.

    વર્ષ પહેલાં મીટૂમાં ફસાયેલાં અનુ મલિક અંગે કહેવાય છે કે, તે ફરી એક વખત રિયાલિટી શો ઇન્ડિયન આઇડલમાં પરત આવી ગઇ છે. અનુ પર મી ટૂ મૂવમેન્ટમાં 2 મહિલાઓએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તેણે ઇન્ડિયન આઇડોલ 11ની જજ પેનલમાંથી રાજીનામૂં આપવું પડ્યું હતું. પણ હવે તે ફરી ઇન્ડિયન આઇડલની ખુરશી પર નજર આવશે.



    આ ખબર સામે આવતાની સાથે જ સિંગર સોના મોહપાત્રાએ અનુ મલિકનો વિરોધ કર્યો છે. સાથે જ સોની ટીવી પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. સોના મોહપાત્રાએ ટ્વિટ કરી છે કે, 'ઘણાં આરોપીઓની વાપસી થઇ રહી છે. સોની ટીવી દ્વારા પણ ઇન્ડિયન આઇડલમાં એક વર્ષની અંદર જ અનુ મલિકને પરત બોલાવી લેવામાં આવ્યો છે આ તે લોકોનાં મોઢે થપ્પડ છે જે ઇન્ડિયન આઇડલમાં તેમનાં બાળકનાં સુરક્ષિત અને ઉત્તમ ભવિષ્યની કલ્પના કરે છે. ચૂહા ગટરમે લોટ આતા હૈ. '



    સિંગર સોના મોહપાત્રા અહીં ન અટકી તેણે આગળ લખ્યું કે, 'ચેનલને મહિલાઓ અને બાળકોનાં સન્માન સુરક્ષાથી વધુ કંઇ ફરક પડતો નથી. થોડા પૈસા અને નીચલા સ્તરની શેર શાયરી કરનારાથી ફરક પડે છે. મીટૂમાં મહિલાઓની સાથે સાથે બાળકોની પણ ઘણી ફરિયાદ હતી જેને ધ્યાનમાં રાખવામાં આવી જોઇએ. આપણે આવા વ્યક્તિઓને આપણી સંસ્કૃતિમાં શું કહીયે? જે યૌન ઉત્પીડન અને બાળકોને ત્રાસ આપે છે. વિશાલ દદલાની આ સત્યનો સમય છે. આપ લોકોએ આ સમયે તાકાતની સાથે સ્ટેન્ડ લેવું જોઇએ.'



    આને જણાવી દઇએ કે, અનુ મલિકે ઇન્ડિયન આઇડલમાં જજ તરીકે વાપસી કરી લીધી છે અને તેણે શૂટિંગ પણ શરૂ કરી દીધુ છે. આ શોમાં અનુ મલિક ઉપરાંત નેહા કક્કડ અને વિશાલ દદલાની પણ જજ છે.
    Published by:News18 Gujarati
    First published:September 12, 2019, 18:12 IST

    ટૉપ ન્યૂઝ