Home /News /entertainment /દીકરાએ જ કરી એક્ટ્રેસ માતાની હત્યા! મૃતદેહને જંગલમાં ફેંકી દીધો, ચોંકાવનારુ છે કારણ

દીકરાએ જ કરી એક્ટ્રેસ માતાની હત્યા! મૃતદેહને જંગલમાં ફેંકી દીધો, ચોંકાવનારુ છે કારણ

મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં 70 વર્ષની અભિનેત્રી વીણા કપૂરની હત્યા, પોલીસે તેના પુત્રની ધરપકડ કરી...

મુંબઇના પોશ વિસ્તાર જુહુમાં એક એવી ઘટના ઘટી છે, જેનાથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો છે. અહીંના એક ફ્લેટમાં એક દીકરાએ પોતાની 70 વર્ષની માતાને બેટથી માર મારીને તેની હત્યા કરી નાંખી છે.

મુંબઇના પોશ વિસ્તાર જુહુમાં એક એવી ઘટના ઘટી છે, જેનાથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો છે. અહીંના એક ફ્લેટમાં એક દીકરાએ પોતાની 70 વર્ષની માતાને બેટથી માર મારીને તેની હત્યા કરી નાંખી છે. સીનિયર સિટીઝનની હત્યા થઇ છે. તે બીજુ કોઇ નહીં પરંતુ ફેમસ એક્ટ્રેસ વીણા કપૂર હતી. આ વાતની જાણકારી ટીવીની ફેમસ એક્ટ્રેસ નીલૂ કોહલીએ આપી છે.

હકીકતમાં, નીલુએ એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેણે વીણાજી સાથે ટીવી શો 'મેરી ભાભી'માં લગભગ 5 વર્ષ સુધી કામ કર્યું હતું. તેણે વધુમાં જણાવ્યું કે આ સિરિયલ પછી પણ બંનેએ બીજી સિરિયલમાં સાથે કામ કર્યું હતું.

આ પણ વાંચો :  નવી ગર્લફ્રેન્ડને છોડી પાકિસ્તાની એક્ટ્રેસ સાથે વધી હૃતિક રોશનની નિકટતા! આ અંદાજમાં એકસાથે જોવા મળ્યા

નીલુએ એ પણ જણાવ્યું કે કોરોના પછી તેનો વીણાજી સાથેનો સંપર્ક તૂટી ગયો, કારણ કે તે તેના પ્રોજેક્ટમાં બિઝી થઈ ગઈ હતી, હવે તે વિશ્વાસ નથી કરી શકતી કે વીણા કપૂર હવે આ દુનિયામાં નથી.








View this post on Instagram






A post shared by Nilu Kohli (@nilukohli)





તમે આના કરતાં વધુ સારાના હકદાર છો વીણા જી : નીલુ કોહલી


બીજી તરફ, નીલુએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ પોસ્ટ કરતા લખ્યું, 'વીણાજી, તમે આના કરતાં વધુ સારા હકદાર હતા. મારું દિલ તૂટી ગયું છે, તમારા માટે આ પોસ્ટ કરું છું, શું કહેવું? આજે મારી પાસે શબ્દો નથી. હું આશા રાખું છું કે તમે ઘણા વર્ષોના સંઘર્ષ પછી આખરે શાંતિથી આરામ કરી રહ્યા છો. આ તે જ બંગલો છે જે જુહુ સ્થિત છે જ્યાં આ દુ:ખદ ઘટના બની હતી. આ પોશ જુહુ વિસ્તારમાં એક વ્યક્તિએ તેની 74 વર્ષીય માતાની બેઝબોલ બેટથી હત્યા કરી હતી અને બાદમાં તેના મૃતદેહને માથેરાનમાં ફેંકી દીધો હતો. તેના યુએસ સ્થિત પુત્રને શંકા ગઈ અને તેણે જુહુ પોલીસને જાણ કરી.

આ પણ વાંચો :  ના હોય! સલમાન ખાન પોતાનાથી 24 વર્ષ નાની આ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ, બે ફિલ્મોમાં પણ કરી લીધી સાઇન

તેણે તેની પોસ્ટમાં આગળ લખ્યું, 'પૂછપરછ દરમિયાન તેણે પોલીસને કહ્યું કે તેણે તેની માતાને બેઝબોલના બેટથી માથા પર ઘણી વાર માર્યા પછી ગુસ્સામાં આવીને હત્યા કરી નાંખી.' મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પુત્રએ મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં 12 કરોડના ફ્લેટનો કબજો લેવા માટે તેની માતાની હત્યા કરી હતી. માતાની હત્યા કર્યા બાદ આરોપી પુત્રએ લાશને એક કાર્ટનમાં પેક કરીને મુંબઈથી 90 કિલોમીટર દૂર માથેરાનના જંગલોમાં ફેંકી દીધી હતી.



પોલીસના જણાવ્યા અનુસાર, વીણાના નાના પુત્ર સચિન કપૂરે આ 12 કરોડ રૂપિયાના ઘરમાં તેની હત્યા કરી હતી. બેટ વડે ઘા કરીને તેની હત્યા કરવામાં આવી છે. હત્યા કર્યા પછી, આરોપી પુત્રએ તેની માતાની લાશને રેફ્રિજરેટરના કાર્ટનમાં પેક કરી હતી, જેથી કોઈને શંકા ન થાય. આટલું મોટું બોક્સ એકલા ઠેકાણે પાડવા માટે આરોપી પુત્રએ ઘરના નોકરનો સહારો લીધો હતો.
First published:

Tags: Bollywood actress, Murder case, Tv actress

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો