કોઇ બીજુ લેવાનું છે ડોક્ટર હાથીની જગ્યા!

News18 Gujarati
Updated: July 16, 2018, 11:57 AM IST
કોઇ બીજુ લેવાનું છે ડોક્ટર હાથીની જગ્યા!
. ડોક્ટર હાથીનાં જવાથી શોની ટીમ અને ફેન્સ તમામ દુખી છે. તેવામાં શોનાં ચાહકો માટે લેટેસ્ટ અપડેટ છે.

. ડોક્ટર હાથીનાં જવાથી શોની ટીમ અને ફેન્સ તમામ દુખી છે. તેવામાં શોનાં ચાહકો માટે લેટેસ્ટ અપડેટ છે.

  • Share this:
મુંબઇ: કહેવાય છે ને કે 'શો મસ્ટ ગો ઓન'. દર વખતે દરેક પરિસ્થિતિમાં ખુબજ યોગ્ય સાબિત થાય છે. આ વખતે આ કહેવતનો અમલ કરતાં 'તારક મેહતા...'ની ટીમ આગળ વધી છે. ડોક્ટર હાથીનાં જવાથી શોની ટીમ અને ફેન્સ તમામ દુખી છે. તેવામાં શોનાં ચાહકો માટે લેટેસ્ટ અપડેટ છે.

પહેલાં વાતો હતી કે કવિ કુમાર આઝાદ એટલે ડોક્ટર હાથીનું કેરેક્ટર હવે શોમાંથી હટાવી દેવામાં આવશે. પણ સ્પોટ બોય સાઇટપર આવેલી ખબરની માનીયે તો, પ્રોડ્યુસર કવિ કુમાર આઝાદનું રિપ્લેસમેન્ટ શોધી રહ્રયાં છે. જ્યારે આ વિશે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો પહેલાં તો તેમણે આ મુદ્દે કોઇ જ નિર્ણય થયો નથી તેમ જણાવ્યું હતું બાદમાં જણાવ્યું કે, 'અમે ડોક્ટર હાથીને રિપ્લેસ કરવાનાં છીએ. એક કલાકારનું નિધન થયુ છે. કિરદાર હાલમાં જીવિત છે.'

પ્રોડ્યુસર મોદીએ આ નિવેદનથી સ્પષ્ટ કરી દીધુ છે કે શોમાં ટૂંક સમયમાં જ ડોક્ટર હાથીનું કેરેક્ટર નજર આવશે. હવે તે દર્શકોનાં મનમાં કવિ કુમાર આઝાદ જેવું સ્થાન મેળવી શકશે તે તો આવનારા સમયમાં ખબર પડશે. કારણ કે કોઇ જુના અને ચર્ચિત કિરદારનું સ્થાન લેવું સહેલું નથી.આ જ કારણે શો મેકર્સ અત્યાર સુધીમાં દયા બેનને રિપ્લેસમેન્ટ શોધી શક્યા નથી. કારણ કે દયા મેટરનિટી લીવ બાદ પણ શોમાં પરત ફરી નથી અને હાલમાં પણ તેનું કેરેક્ટર શોમાંથી ગૂમ છે.
First published: July 16, 2018, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading