બોલીવુડ એક્ટ્રેસ સની લિયોની હંમેશા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે અજબ ગજબ કારણને લઈને ચર્ચામાં છે. શું કરવામાં આવે ખબર જ કંઈક એવી છે... ખબર એવી છે કે કોઈ વ્યક્તિએ સની લિયોનીની ગાય ચોરવાની કોશિશ કરી છે. પછી શું હતું પોતાની ગાયને પાછી મેળવવા માટે સની પણ તેની જાનની દુશ્મન બની ગઈ. સનીએ તે ગાયની તસવીર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા શેર કરી. આ કોઈ અસલી ગાય નથી પરંતું એક સોફ્ટ ટોય છે. જેને સનીએ પોતાની જાનથી પણ વધારે પ્યારી ગાય બતાવી છે.
જણાવી દયે કે સની લિયોની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશા તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે. કેટલાક દિવસો પહેલા જુડવા બાળકોની મા બનીને ચર્ચામાં આવી હતી. હાલ તો સની એખ વેબ સીરીઝને લઈને ચર્ચામાં છે. આ વેબ સીરીઝ સનીની બાયોપીકના આધાર પર હશે. કરનજીત કોર નામથી શરૂ થનારી આ વેબ સીરીઝ જી-5 એપ પર શરૂ થશે. એ એપ પર જીની જિંદગી ચેનલની જેમ પાકિસ્તાની, તુર્કી અને રશિયન તમામ પ્રકારના શો હિંદીમાં જોવા મળે છે. જણાવી દયે કે જિંદગી ચેનલ પણ આ જ ટીવી શો સાથે શરૂ થઈ હતી. આ તમામને દર્શકોનો ખુબ જ પ્રેમ મળ્યો હતો.