Home /News /entertainment /સોહા અલી ખાને કેમ કહ્યું કે માં બન્યા પછી મેં આ ભૂલ કરી! કહ્યું- 'સમજતાં 2 વર્ષ લાગ્યાં’

સોહા અલી ખાને કેમ કહ્યું કે માં બન્યા પછી મેં આ ભૂલ કરી! કહ્યું- 'સમજતાં 2 વર્ષ લાગ્યાં’

સોહા અલી ખાને પોતાના વ્યક્તિગત જીવન ઉપર કરી ટીપ્પણી

Soha Ali Khan News: સોહા અલી ખાનને લાગે છે કે, લગ્ન પછી જ્યારે તે માતા બની ત્યારે તેણે પોતાનો સમય ફક્ત બાળક માટે જ આપ્યો હતો. પરંતુ આ સાથે તેણે પોતાની બીજી ઓળખ ગુમાવી દીધી, જે જીવનનો ખોટો નિર્ણય હતો. સોહા અલી ખાને ભલે બોલિવૂડમાં સોલો બ્લોકબસ્ટર્સ ન આપ્યા હોય પરંતુ તેણે તેના પાત્રોથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા બાદ તે ફિલ્મી દુનિયાથી થોડી દૂર થઈ ગઈ હતી.

વધુ જુઓ ...
    Soha Ali Khan News: સોહા અલી ખાનને લાગે છે કે, લગ્ન પછી જ્યારે તે માતા બની ત્યારે તેણે પોતાનો સમય ફક્ત બાળક માટે જ આપ્યો હતો. પરંતુ આ સાથે તેણે પોતાની બીજી ઓળખ ગુમાવી દીધી, જે જીવનનો ખોટો નિર્ણય હતો.

    સોહા અલી ખાને ભલે બોલિવૂડમાં સોલો બ્લોકબસ્ટર્સ ન આપ્યા હોય પરંતુ તેણે તેના પાત્રોથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા બાદ તે ફિલ્મી દુનિયાથી થોડી દૂર થઈ ગઈ હતી. આ પછી જ્યારે તે માતા બની ત્યારે તેણે પોતાને કામથી સંપૂર્ણપણે દૂર કરી દીધી હતી, પરંતુ સોહાને લાગે છે કે, તેણે મોટી ભૂલ કરી છે. આ દિવસોમાં 'હશ હશ'માં તેના પાત્રને લઈને ચર્ચા છે. સોહાએ હાલમાં જ તેના વિતેલા દિવસો વિશે વાત કરી હતી.

    આ પણ વાંચો:  શું ફાલ્ગુની પાઠક અને નેહાનો ઝઘડો માત્ર એક ડ્રામા છે! સામે આવ્યો વીડિયો

    સોહા અલી ખાન લાંબા સમય બાદ વેબ સિરીઝની દુનિયામાં પરત ફરી છે. હાલમાં જ તે કોમેડી ડ્રામા 'કૌન બનેગા શિખરવતી'માં જોવા મળી હતી. જેમાં તેની સાથે લારા દત્તા, કૃતિકા કામરા, અન્યા સિંહ, નસીરુદ્દીન શાહ અને રઘુબીર યાદવ જોવા મળ્યા હતા. હાલમાં જ તેની નવી વેબ સિરીઝ 'હશ હશ' સામે આવી છે.

    માતા બનવાની સાથે બીજી ઓળખ પણ જરૂરી

    કરિયરની બીજી ઇનિંગનો આનંદ માણી રહેલી સોહા અલી ખાનને એક વાતનો અફસોસ છે. ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે માતા બન્યા પછી તેણે જે બે વર્ષનો સમય લીધો તે સૌથી ખરાબ નિર્ણય હતો. સોહા કહે છે કે, જ્યારે હું મા બની ત્યારે મારી પહેલી પ્રાથમિકતા મારા બાળકને સમય આપવાની હતી. સામાન્ય રીતે મહિલાઓને મલ્ટિટાસ્કર કહેવામાં આવે છે પરંતુ હું એક સમયે એક કામ કરી શકું છું. પરંતુ હવે મને લાગે છે કે તે મારી ભૂલ હતી. માતા બનવાની સાથે તમારે તમારી અન્ય ઓળખ પણ જાળવી રાખવી જોઈએ. મને આ સમજવામાં બે વર્ષ લાગ્યાં.


    ફરી કરી નવી શરૂઆત

    સોહા અલી ખાને વધુમાં જણાવ્યું કે, જ્યારે તેને સમજાયું કે તેણે ભૂલ કરી છે તો તેણે નવેસરથી શરૂઆત કરી. સોહા કહે છે કે મેં ફરી ફિલ્મો કરવાનું શરૂ કર્યું. આ સાથે મિત્રોને મળવાનું, હરવા-ફરવાનું, લખવું, બેડમિન્ટન રમવું, વર્કઆઉટ વગેરે કરવાનું શરૂ કર્યું. આનાથી મને ખૂબ આનંદ થયો.

    એક જ સમયે બધું શક્ય નથી

    સોહા કહે છે કે અમે ઈચ્છીએ છીએ કે આપણે દરેક જગ્યાએ હોઈએ અને બધું મેનેજ કરીએ પરંતુ એવું થઈ શકતું નથી. જ્યારે હું કામ પર હોઉં છું, ત્યારે મને મારી પુત્રી વિશે ખરાબ લાગે છે કે તે એકલી છે. મારી જેમ કોઈ તેને ખવડાવી શકે તેમ નથી. પરંતુ એક જ સમયે બધું કરવું શક્ય નથી. પતિ, બાળકો અને ઘરની સંભાળ રાખવા માટે મહિલાઓ ખૂબ મહેનત કરે છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Bollywood Actors, Bollywood News in Gujarati

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन