મિર્ઝાપુરનાં 'પંડિતજી' લોકડાઉન વચ્ચે રસ્તા પર લાડુ વેચીને ચલાવી રહ્યાં છે ગુજરાન, જુઓ PHOTOS

PHOTO: @rajeshtailang

'મિર્ઝાપુર'નાં પંડિતજી એટલે કે રાજેશ તૈલંગ (Rajesh Tailang)ની એક તસવીર ઝડપથી વાયરલ થઇ રહી છે. એકટરની આ તસવીરે તેનાં ફેન્સની ચિંતા વધારી દીધી છે. જેમાં રાજેશ તૈલંગ (Rajesh Tailang Viral Photo) રસ્તા પર લાડુ વેચતો નજર આવે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આખી દુનિયાને બાનમાં લેનારી મહામારી આગળ સૌ કોઇ પાંગળુ બની ગયુ છે. ઘણાં સેલિબ્રિટીઝે તેમનો રોજગાર ગુમાવ્યો છે અને તેઓ આર્થિક ભીસમાં આવી ગયા છે. મહામારીને કારણએ ઘણાં સેક્ટર નુક્સાની સહન કરી રહ્યાં છે. જેમાં મનોરંજન જગત પણ શામેલ છે. અત્યાર સુધી ઘણાં સેલિબ્રિટીઝ કોરોનાની ચપેટમાં આવી ગયા છે તો ઘણાં કોરોનાને કારણે તેમની આર્થિક સ્થિતિ કથળી હોવાની વાત કબૂલી ચુક્યાં છે. આ વચ્ચે મિર્ઝાપુર (Mirzapur) સ્ટાર 'પંડિત જી' એટલે કે રાજેશ તૈલંગ (Rajesh Tailang)ની એક તસવીર વાયરલ થઇ રહી છે. એકટરની આ તસવીરે તેનાં ફેન્સની ચિંતા વધારી દીધી છે. જેમાં રાજેશ તૈલંગ (Rajesh Tailang Viral Photo) રસ્તા પર લાડુ વેચતો નજર આવે છે.

  રાજેશ તૈલંગની આ તસવીર જોઇ ઘણાં યૂઝર્સે તેને સવાલ કર્યા ચે અને ચિંતા જાહેર કરી છે. એક્ટરે પોતે તેની આ તસવીર તેનાં ટ્વિટર પેજ પર શેર કરી ચે. જેમાં તે રસ્તા પર લાડૂ વેચતો નજર આવે છે. વાદળી રંગનાં શર્ટમાં ઉભેલો રાજેશ તૈલંગ કેમેરામાં જોતો નજર આવે છે. આ તસવીર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'લોકડાઉન ખુલે, કોરોના જાઓ તો ફરી ધંધે લાગું.' આ સીવાય એક્ટરે આની સાથે અન્ય કંઇજ વધુ માહિતી જણાવી નથી.

  PHOTO: @rajeshtailang


  ઘણાં યૂઝર્સ કમેન્ટ કરતાં રાજેશ તૈલંગની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે જ્યાં કેટલાંક લોકોને લાગે છે કે, એક્ટરની આતસવીર કોઇ શો કે મૂવીની શૂટિંગની હોઇ શકે છે. તો કેટલાંકને લાગે છે કે, તેમને આર્થિક ભીસ તો નથી પડી રહી. તો અન્ય એક યૂઝરે પૂછી લીધુ કે, 'આ કોણ છે?' જેનાં જવાબમાં એક્ટર કહે છે, 'નવાબ ભાઇ હું રાજેશ તૈલંગ છું. એક એક્ટર. આશા કરુ કે આપ સ્વસ્થ હશો. સુરક્ષિત રહો.' તો એક યૂઝરે લખ્યુ કે, 'રાજેશ ભાઇ ત્યાં સુધી અમને પણ એક પ્લેટ રામ લડ્ડુ ખવડાવો.'

  તો અન્ય એક યૂઝરે 'મિર્ઝાપુર'માં રાજેશની એક્ટિંગ યાદ કરતાં લખ્યું કે, 'વકિલાતથી સીધા આ ધંધામાં ઘુસી ગયા ગુરુ?' આપને જણાવી દઇએ કે, રાજેશ તૈલંગે મિર્ઝાપુરમાં ગુડ્ડુ ભૈયા એટલે કે અલી ફઝલ અને બબલૂ ભૈયા.. એટલે કે વિક્રાંત મૈસી (Vikrant Massey)નાં પિતા પંડિતજીનો રોલ અદા કર્યો હતો. સીરીઝ દરમિયાન સીઝનમાં તેમણે દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યુ હતું.
  Published by:Margi Pandya
  First published: