ભારતીએ માસ્ક પહેર્યા વગર આપ્યું જ્ઞાન, ટ્રોલ્સે કહ્યું, 'હજુ સુધી નશો ઉતર્યો નથી... '

ભારતી સિંઘ થઇ ટ્રોલ

કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh)નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવાની સલાહ આપી રહી છે. પણ તેણે પોતે માસ્ક પહેર્યું નથી.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસ (Coronavirus)નાં વધા કેસથી લોકોની મુશ્કેલીઓ વધી ગઇ છે. મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)એ વધતા કોરોનાનાં કેસ જોતા 15 દિવસનું લોકડાઉન (Lockdown) લગાવી દીધું છે. લોકોએ કોરોનાથી બચવા અને વારંવાર માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યારે હાલમાં કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) પણ લોકોને માસ્ક પહેરાવાનું જ્ઞાન આપી રહી હતી. પણ આ સમયે તેણે પોતે માસ્ક પહેર્યું ન હતું. વીડિયો સામે આવ્યાં બાદ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતું.

  કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) જ્યારે પણ પેપરાઝી જોવે છે તે તેની ફની સ્ટાઇલમાં કંઇક એવું કરે છે કે તે ચર્ચામાં આવી જાય. પણ આ વખતનો તેનો વીડિયો સામે આવ્યાં બાદ ચર્ચાની જગ્યાએ તે ટ્રોલ થા લાગી હતી. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ભારતીએ પોતે માસ્ક પહેર્યું ન હતું અને એક વ્ય્કતિને માસ્ક લગાવવા બાબતે તે ટોકી રહી હતી. જ્યારે તેને આ વાતનો અહેસાસ થયો કે તેણે પોતે તો માસ્ક પહેર્યું નથી તો તે તેનાં ફ્રોકથી મો ઢાંકવાનો પ્રયાસ કરવા લાગી હતી.

  વીડિયોમાં તે કહેતી નજર આવે છે, માસ્ક લગાવો અને તુરંત બાદ તે તરત બોલે છે, ઓહ સોરી, મારું જ નથી. ત્યારે એક ફોટોગ્રાફરનો અવાજ આવે છે, અંકલને ડરાવી દીધા તમે તો..
  ભારતીનાં આ જ્ઞાન આપવા બદલ ટ્રોલ્સનાં નિશાને તે આવી ગઇ છે. તેનાં વીડિયો પર ઘણાં લોકો કમેન્ટ કરી રહ્યાં છે. કેટલાંક તેનાં આ ફની અંદાજનાં વખાણ કરીને હસતી ઇમોજી શેર કરી રહ્યાં છે તો કેટલાંકે તેનાં આ મજાક બદલ તેને જ નિશાને લીધી છે.

  એક યૂઝરે લખ્યું છે, આવા લોકોને કારણે જ મુંબઇમાં લોકડાઉન લાગ્યું છે.. અન્ય એકે લખ્યું છે, લાગે છે નશો હજી ઉતર્યો નથી. તો અન્ય એકે લખ્યું છે. પડીકી પાછી ચાલુ કરી દીધી કે શું.. તો અન્ય એકે લખ્યું છે, આ જ છે આગામી કોરોના પોઝિટિવ સેલિબ્રિટી. આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ તેમાં ઘણાં સેલિબ્રિટીઝની ધરપકડ થઇ હતી જેમાં ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચીયા પણ શામેલ હતાં. બાદમાં તેમને જામીન મળી ગયા હતાં. હાલમાં ભારતી ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાને 3માં નજર આવી રહી છે.
  Published by:Margi Pandya
  First published: