VIDEO: ટાઈટ કપડા પહેરી URVASHI RAUTELA પસ્તાઈ, જાહેરમાં ન દેખાડાવાનું દેખાઈ ગયું

VIDEO: ટાઈટ કપડા પહેરી URVASHI RAUTELA પસ્તાઈ, જાહેરમાં ન દેખાડાવાનું દેખાઈ ગયું
PHOTO- (urvashirautela_official_/Instagram)

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસે એવો ડ્રેસ પહેર્યો છે કે, જેમાં તે અસહજ અનુભવવા લાગી હતી.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડથી લઇ ટીવી સુધી તમામ હિરોઇ કોઇને કોઇ વખત તો તેમનાં કપડાંને કારણે ઉપ્સ મોમેન્ટ (Oops Moment)નો શીકાર બની જાય છે. ક્યારેક ખુબજ ટાઇટ કપડાં પરેશાની બની જાય છે તો ક્યારેક એકદમ ઢીલા કપડાં. કંઇક આ જ પ્રકારની ઘટનાનો શિકાર બોલિવૂડની બ્યૂટીફૂલ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) થઇ હતી. તેનાં માટે તેનો ડ્રેસ પરેશાનીનું કારણ બની ગોય હતો.

    આ પણ વાંચો-હિમેશ રેશમિયા અને અલકા યાજ્ઞિકની આ તસવીર જોઇ ફેન્સ ચોકી ગયા, કરી મજેદાર કમેન્ટ્સ



    તેની ડ્રેસને કારણે ઉર્વશી ઠીકથી બેસી નહોતી શકતી. વીડિયોમાં કોઇ સેશનમાં બેઠેલી તે નજર આવે છે. તેનું સંપૂર્ણ દ્યાન તેનાં કપડાં પર જ છે તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ પ્રસરી ગયો છે. અને ખુબજ વાયરલ થઇ રહ્યો છે.



    ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પર તેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્વશી કોઇ સેશનમાં બેઠેલી નજર આવે છે. ગ્રીન કલરનાં વન પીસ ટાઇટ શોર્ટ ડ્રેસ તેણે પહેર્યો છે. કદાચ આ ડ્રેસ પહેરીને એક્ટ્રેસ ઉભા રહેવાનું હોત તો તેને એટલી મુશ્કેલી ન આવત પણ બેસવા પર તેનો ડ્રેસ ઉપર તરફ ખસકી ગયો હતો. જેને કારણે ઉર્વસી ભલે જ ઉપરથી હસતી દેકાય પણ તેનું સંપૂર્ણ ધ્યાન તેનાં કપડાંમાં હતું. હાથથી ખેંચી ખેંચીને તે તેને સરખું કરવાનો પ્રયાસ કરતી હતી કે તે ક્યાંય ઉપ્સ મોમેન્ટ (Oops Moment)નો શીકાર ન થઇ જાય. જોકે, તેમ થઇ ગયું. તેણે બે ત્રણ વખત પ્રયાસ કર્યું પણ તેને સમજાઇ ગયુ કે હવે કોઇ જ ઉપાય નથી ત્યારે તેને પગ પર પગ ચાડવીને બેસીને આ અસહજ પરિસ્થિતિમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો. અને સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો.

    આ પણ વાંચો- સતીશ કૌશિકે પ્રેગ્નેન્ટ Neena Guptaને લગ્ન માટે કરી હતી પ્રપોઝ, એક્ટ્રેસનો ખુલાસો

    થોડા દિવસ પહેલાં ઉર્વશી રૌતેલાં તેની તસવીરને કારણે ચર્ચામાં હતી. અને ટ્રોલ પણ થઇ હતી. તેણે મડ બાથ લેતી તસવીર શેર કરી હતી. આ તસવીરમાં ઉર્વશીએ તેનાં આખા શરીર પર માટી લગાવી હતી. આ તસવીર જોતાં લોકોએ કહ્યું કે, અમને 'નાયક' ફિલ્મનાં અનિલ કપૂરની યાદ આવી ગઇ. તો કેટલાંકે તેને નાયક 2.0 કહી ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતું.
    Published by:Margi Pandya
    First published:June 17, 2021, 17:28 IST

    ટૉપ ન્યૂઝ