Home /News /entertainment /સુશાંત સિંહ રાજપૂત દુનિયાનો એક માત્ર NASA ટ્રેઇન્ડ એસ્ટ્રોનોટ એક્ટર- શ્વેતા સિંહ કિર્તી
સુશાંત સિંહ રાજપૂત દુનિયાનો એક માત્ર NASA ટ્રેઇન્ડ એસ્ટ્રોનોટ એક્ટર- શ્વેતા સિંહ કિર્તી
સુશાંત સિંહ રાજપૂતની બહેને શેર કરી તસવીર
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ નાસા (NASA)ની સાથે એક વર્કશોપ કર્યો હતો. તેની ઇચ્છા ચન્દ્ર પર જવાની હતી. તે માટે તેણે ટ્રેનિંગ લીધી હતી. 2024માં નાસાનાં મૂન મિશન (Moon Mission)નો ભાગ બનવા ઇચ્છતો હતો
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મલ્ટીટેલેન્ટેડ એક્ટર હતો. એક્ટિંગ ઉપરાંત તેને ચાંદ-તારામાં પણ ઘણો રસ હતો. તેને સ્પેસ અને ગેલેક્સીની વાતો કરવામાં ખુબજ રસ પડતો. વર્ષ 2024માં નાાસ તરફથી ચન્દ્ર પર જવાની તૈયારીમાં તે લાગેલો હતો. નાસાની સાથે એક વર્કશોપમાં તેણે ટ્રેનિંગ પણ લીધી હતી. સુશાંતનાં નિધન બાદ તેની સાથે જોડાયેલી તમામ વાતો તેનાં ફેન્સ અને ફેમિલીને યાદ આવે છે. તેની બહેન શ્વેતા સિંહ કિર્તી (Shweta Singh Kirti)એ તેનાં ભાઇ માટે એક પોસ્ટ કરી તેને દુનિયાનો એક માત્ર ટ્રેઇન્ડ એસ્ટ્રોનોટ એક્ટર જણાવ્યો હતો.
સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જે ફોટોમાં સુશાંત એસ્ટ્રોનોટ ડ્રેસમાં નજર આવે છે. આ ફોટોની સાથે શ્વેતાએ કેપ્શનમાં લખ્યું છે, 'અમારો સુશાંત, આમારું ગૌરવ'. આ સાથે જ ફોટો પર લખ્યું છે, 'વિશ્વનો એક માત્ર એક્ટર જેણે નાસાનાં એસ્ટ્રોનોટની ટ્રેનિંગ લીધી છે. તેથી 2024 મૂન મિશનનો ભાગ બની શકે.' અમારો સુશાંત આમારું ગૌરવ.'
શ્વેતાની આ પોસ્ટ પર ફેન્સ એક વખત ફરી સુશાંત માટે ભાવૂક થઇ ગયો. એક ફેન લખે છે કે, 'તે એક જેમ હતો જે નષ્ટ થઇ ગયો અને આજ સુધી તે તમામ ફ્રી છે જેમણે તેને નષ્ટ કર્યો. ખુબજ ખરાબ લાગે છે. ' ઘણાં બધા લોકો સુશાંતનાં વખાણ કરી રહ્યાં છે. અને તેનું કસમયે દુનિયાથી જવાનું દુખ પણ જતાવી રહ્યાં છે.
આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતને ચંદ્ર અને તારા ખુબજ પસંદ હતાં. મીડિયાને આપેલાં ઇન્ટરવ્યૂમાં એક સમયે સુશાંતે કહ્યું હતું કે, 'ચન્દ્ર પર એક પ્લોટ ખરીદ્યો છે. નાસા 2024માં કેટલાંક એસ્ટ્રોનોટ્સને ચાંદ પર મોકલશે. આ માટે તૈયારીમાં લાગેલું છે. નાસાની સાથે એક વર્કશોપ કર્યો હતો. જેમાં મને ટ્રેનિંગ આપવામાં આવી અને ઇન્સ્ટ્રક્ટરનું સર્ટિફિકેટ મળ્યું.' સુશાંતનાં અંતરિક્ષ વિજ્ઞાનમાં એ હદે રસ હતો કે તેણે 55 લાખની કિંમતનું એડવાન્સ ટેલિસ્કોપ ખરીદ્યું હતું. સુશાંત તેનાં ઘરની બાલકનીમાંથી ચાંદ તારાને તેની મદદથી નિહાળતો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર